Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

સુરતના બેગમપુરામાં દુકાન ધરાવતા વેપારી પાસેથી દલાલ મારફતે 5.59 લાખનું કાપડ ખરીદી નરાધમે છેતરપિંડી આચરી: ઓફિસ બંધ કરી ફરાર થઇ જનાર વેપારી વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના બેગમપુરા વિસ્તારમાં દુકાન ધરાવતાં વેપારી પાસેથી દલાલ મારફતે રૂ.5.59 લાખનું કાપડ ખરીદી ખટોદરા જીઆઇડીસીનો વેપારી પેમેન્ટ ચુકવ્યા વિના દુકાન-ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયો હતો.

પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉધના નહેર પાસે ખરવરનગર પાછળ રેણુકાનગર ઘર નં.13માં રહેતા 37 વર્ષીય હિતેશભાઈ કિશોરચંદ્ર મહુવાગર પલસાણાના જોલવા ખાતે શ્રદ્ધા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લુમ્સનું કારખાનું ધરાવે છે અને સુરતના બેગમપુરા મોતી ટોકીઝ પાસે શ્રી લક્ષ્મીકૃપામાં ભવાની ફેબના નામે કાપડની દુકાન ધરાવે છે.

(5:45 pm IST)