Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

અમદાવાદ: ફેસબુક આઈડી બનાવી મહિલાના ફોટા મૂકી પરેશાન કરનાર આરોપીને પોલીસે રંગે હાથે ઝડપ્યો

અમદાવાદ:સાયબર ક્રાઈમ પોલીસે બે અલગ અલગ બનાવમાં મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં ફેસબુક પર મહિલાની અગાઉની તુટી ગયેલી સગાઈના ફોટા મુકીને માનસિક રીતે પરેશાન કરનારા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે અન્ય બનાવમા પારિવારીક  ઝઘડાને કારણે ઈન્સ્ટાગ્રામ પર ભાણીનું ફેક એકાઉન્ટ બનાવી બિભત્સ ફોટા મોકલી હેરાન કરનારી મામીની પોલીસે ધરપકડ કરી હતી.

પ્રથમ બનાવની વિગત મુજબ કિોલ વિસ્તારમાં રહેતી મહિલાનું કોઈ શખ્સે ફેસબુક પર ફેક આઈ.ડી. બન્વ્યું હતું. બાદમાં તેણે મહિલાની અગાઉ સગાઈ થયેલી વ્યક્તિ તથા હાલના લગ્ન વખતના ફોટા ઉપલોડ કર્યા હતા. જેને કારણે મહિલાના લગ્નજીવનમાં ભંગાણ પડંયુ હતું. આ અંગે તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરીને ફેક આઈ.ડી.બનાવી બિભત્સ મેસેજ મોકલનારા જુનાગઢના અંકિત જે.વેકરીયાની ધરપકડ કરી હતી.

(5:40 pm IST)