Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

સુરતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર પુનઃપધરામણી : ૪ કલાકમાં ૪ ઈંચ

રાજકોટ, તા. ૪ : છેલ્લા ત્રણ દિવસથી વરસાદી દોર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છવાયો છે. મુંબઈમાં ભારે વરસાદ બાદ દક્ષિણ ગુજરાતમાં હવે મેઘસવારી ચાલુ થઈ છે.

સુરતમાં સવારે ૧૦ કલાકથી શરૂ થયેલો વરસાદ એકધારો વરસ્યો હતો અને બપોરે ૨:૩૦ કલાકે વિરામ લીધો હતો. બપોર સુધીમાં ૪ કલાકમાં ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદના પગલે જનજીવનને ભારે અસર થઈ હતી. રાજમાર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા તો નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની ફરીયાદો સુરત મહાનગરપાલિકામાં ઉઠી હતી.

બપોરે ૩ કલાકે સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે.

(5:10 pm IST)