Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

અમદાવાદ શહેરમાં સૌપ્રથમ આઈસક્રીમ કાર્નિવલ યોજાશે

ડુપોન્ટ ન્યુટ્રિશન એન્ડ હેલ્થની અનોખી પહેલઃ જાહેરજનતા ૮મી સપ્ટેમ્બરે યોજાનારા આ આઇસક્રીમ કાર્નિવલમાં મફતમાં પ્રવેશ મેળવી શકશે : ખાસ આયોજન

અમદાવાદ, તા.૪: ડુપોન્ટ ન્યુટ્રિશન એન્ડ હેલ્થ દ્વારા અમદાવાદમાં સૌપ્રથમવાર આઈસક્રીમ કાર્નિવલ યોજાવા જઇ રહ્યો છે, જે આઈસક્રીમ ચાહકો સમક્ષ તેમની પસંદગીના આઈસક્રીમની વેરાઈટી રજૂ કરશે. શહેરના આલ્ફાવન મોલમાં તા.૮મી સપ્ટેમ્બરના રોજ બપોરે ૨-૦૦ વાગ્યે આઇ સક્રીમ વીથ જોય થીમ પર  આ અનોખો આઈસક્રીમ કાર્નિવલ યોજાશે. જે ગ્રાહકોને આઈસક્રીમની પ્રીમિયમ વેરાઈટી માટે વન-સ્ટોપ શોપની સુવિધા પૂરી પાડશે. અહીં ગ્રાહકોને અમુલ, વાડીલાલ, વિમલ, શીતલ, ખુશ્બૂ, મોમાઈ, કમ્બોલિવાલા, મોર એન મોર, ભારત ડેરી, મનમોહક સહિત ગુજરાતમાંથી આઈસક્રીમ ઉત્પાદકો દ્વારા આ સીઝનમાં લોન્ચ કરવામાં આવેલી ફ્લેવર્સ સહિત પસંદગીની વ્યાપક તકો મળશે. સૌથી નોંધનીય વાત એ છે કે, સૌકોઇ આ આઇસક્રીમ કાર્નિવલમાં મફતમાં પ્રવેશ મેળવી શકશે.આ આઇસક્રીમ કાર્નિવલ વિશે ડુપોન્ટ ન્યુટ્રીશન એન્ડ હેલ્થના દક્ષિણ એશિયાના બિઝનેસ ડિરેક્ટર અનુરાગ જૈને જણાવ્યું હતું કે, બદલાતા યુગમાં હવે ભારતમાં પણ આઈસક્રીમનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે અને ગ્રાહકો નવા ફોર્મેટ્સ અને ફ્લેવર્સ તરફ નજર દોડાવી રહ્યા છે. ફૂડ ઈનગ્રેડિયન્ટ ઈન્ડસ્ટ્રી લીડર તરીકે ડુપોન્ટની આઈસક્રીમ નિષ્ણાતોની ટીમ નવીન મીઠી પ્રેરણા સાથે આઇસક્રીમ ઉદ્યોગ માટે સતત કામ કરે છે. આઈસક્રીમ કાર્નિવલ દેશમાં આઈસક્રીમ ક્ષેત્રે નવીનતા લાવવાની અમારી કટીબદ્ધતાનો પુરાવો છે. સમગ્ર ગુજરાતમાંથી એક ડઝનથી વધુ આઈસક્રીમ ઉત્પાદકો આ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે, જેઓ લોકો સમક્ષ ૫૦થી વધુ પ્રીમિયમ અને નવીન આઈસક્રીમ ફ્લેવર્સ રજૂ કરશે. ગ્રાહકોને પણ વિશેષ છૂટના દરે તેમની પસંદગીના આઈસક્રીમ્સ ખરીદવાની તક મળશે અને તેઓ કાર્નિવલની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો આનંદ માણી શકશે. ડુપોન્ટ હંમેશા સ્વાદ અને આઈસક્રીમ્સના ટેક્સચર્સમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને આઈસક્રીમને વધુ ક્રીમવાળો, સ્મૂધર અને ઓછી ઝડપે પીગળે તેવો બનાવે છે. દરમ્યાન ડુપોન્ટ ન્યુટ્રિશન એન્ડ હેલ્થના દક્ષિણ એશિયાના માર્કેટિંગ મેનેજર સુજિત સત્યદાસે જણાવ્યું હતું કે, અમે ફાઈબર્સ, પ્રોબાયોટિક્સ જેવા ઈનગ્રેડિયન્ટ્સ ઉમેરીને તથા સુગર અને ફેટનું પ્રમાણ ઘટાડીને આઈસક્રીમના પોષક તત્વો સુધારવા પર પણ ધ્યાન આપીએ છીએ. આ ઈવેન્ટ અમને અંતિમ ગ્રાહકો પાસેથી સીધા ફીડબેક પૂરા પાડશે, જેથી અમને આગામી સીઝન માટે નવી ફ્લેવર્સ અને ફોર્મેટ્સ વિકસાવવા માટે ગ્રાહકોની પ્રાથમિક અગ્રતાઓ સમજવામાં અને સ્વાદ અંગે તેમની વિકસતી ઈચ્છાઓ સમજવામાં મદદ મળશે. ડોવ-ડુપોન્ટનો સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ ડિવિઝન બિઝનેસ ડુપોન્ટ ન્યુટ્રીશન એન્ડ હેલ્થ ફૂડ, બેવરેજ, ફાર્માસ્યુટિકલ અને ડાયેટરી સપ્લીમેન્ટ ઉદ્યોગને અસાધારણ મૂલ્યવર્ધિત ઉત્પાદનો પૂરા પાડવા વર્તમાન સંશોધન અને વિજ્ઞાન સાથે ખાદ્યાન્ન અને પોષણનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન ધરાવે છે. અમે અમારા ગ્રાહકોને હાઈ-વેલ્યૂના વ્યવસાયની તકોમાં પડકારોનો સામનો કરવા માટે મદદરૂપ થવા ગ્રાહકોના ઊંડા દૃષ્ટિકોણ અને વ્યાપક ઉત્પાદન પોર્ટફોલિયો રજૂ કરનાર નવીન સમાધાનકર્તા છીએ.

(10:05 pm IST)