Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

મહિન્દ્રાએ આર્કિટેક્ચરયુકત મરાજો કારને લોંચ કરી દીધી

આકર્ષક અને અજોડ ફિચર્સ કારમાં ઉપલબ્ધઃ સેફ્ટી અને સલામતીના જે ધોરણો હજુ ૨૦૨૦માં લાગુ થવાના છે તે, ધોરણો આ નવી એસયુવીમાં લોન્ચ કરાયા

અમદાવાદ, તા.૪: ભારતનાં પ્રીમિયમ એસયુવી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (એમ એન્ડ એમ)એ આજે ગ્લોબલી એન્જિનીયરીંગ અને સીંગલ આર્કિટેક્ચર પ્રોડક્ટ તરીકે મહિન્દ્રા મરાજો આજે અમદાવાદ શહેરમાં લોન્ચ કરી હતી. જેમાં સૌપ્રથમવાર એરોપ્લેન જેવી ડિફ્યુઝ મોડ અને ફાસ્ટેસ્ટ કુલીંગ સીસ્ટમ સાથેની એસી સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે. એટલું જ નહી, સેફ્ટી અને સલામતીના જે ધોરણો હજુ ૨૦૨૦માં લાગુ થવાના છે તે, ધોરણો કંપનીએ તેની આ નવી એમયુવી કારમાં એપ્લાય કર્યા છે. જેમાં સાઇડ ઇમ્પેક્ટ બીમ, એરબેગ,  હાઇ સ્ટ્રેન્થ સ્ટીલ સહિતના એનેક ફિચર્સ અને સેફ્ટી મેઝર્સનો સમાવેશ થાય છે. મહિન્દ્રા એક એવી કંપની છે જેણે પોતાની દરિયાઇ શાર્ક પ્રેરિત ડિઝાઇન સાથે તેની આ હાઇટેક અને અદ્યતન અને સુરક્ષાયુકત એમયુવી લોન્ચ કરી છે. તેની મેઇન્ટેનન્સ કોસ્ટ પણ એકદમ ઓછી અને સસ્તી હોઇ લોકોને તેને ભારે આકર્ષકતા અને સરળતાથી એફોર્ડ કરી શકશે એમ અત્રે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિ.ના એકઝીકયુટીવ ચેરમેન આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહિન્દ્રાની મરાજો એવા ફિચર્સ અને સુવિધા સાથે લોન્ચ કરાઇ છે કે જે દેશમાં સૌપ્રથમવાર આ રેન્જની કારમાં લાગુ કરવામાં આવ્યા છે, તે જ તેની વિશેષતા છે. મરાજો ઉત્કૃષ્ટતા સુવિધાઓ અને શાર્ક ઇન્સપાયર્ડ ડિઝાઇનની સાથે સાથે સરળ સવારી, ચપળતાપૂર્વક સંચાલન, શાંતિ કેબિન, ઝડપી કૂલિંગ અને ભવ્ય ઇન્ટેરિઅર સ્પેસ સહિતના અનેક આકર્ષણો ઉપલબ્ધ છે. દેશભરમાં આજથી મહિન્દ્રાની ડિલરશિપમાં મરાજોનું બુકિંગ શરૂ થઈ ગયું છે, જેનાં એમ-૨ વેરિઅન્ટની આકર્ષક લોંચ કિંમત રૂ. ૯.૯૯ લાખ (એક્સ-શોરૂમ) છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિ.નાં એક્ઝિક્યુટિવ ચેરમેન આનંદ મહિન્દ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, શાર્ક-પ્રેરિત મરાજોની આકર્ષક ડિઝાઇન ઇટાલીની પિનઇન્ફેરિના અને મુંબઈમાં મહિન્દ્રા ડિઝાઇન સ્ટુડિયો વચ્ચે સમન્વયનું પરિણામ છે, જેણે સ્ટ્રીમલાઇન અને એરોડાયનેમિક શેપ અપાયો છે. એની ગ્રિલ શાર્ક જેવા દાંતનો આક્રમક દેખાવ ધરાવે છે અને શાર્કની પૂંછડી જેવી ટેલ લેમ્પ ધરાવે છે. મરાજોનું લોંચિંગ મહિન્દ્રાની ભારતમાં ઓટોમોટિવ સફરમાં નિર્ણાયક ઘટના હોવાની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મહિન્દ્રા માટે મહત્ત્વપૂર્ણ છે. આ પ્રસંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિ.નાં મેનેજિંગ ડાયરેક્ટર ડો.પવન ગોએન્કા અને ઓટોમોટિવ સેક્ટરનાં પ્રેસિડન્ટ રાજન વાઢેરાએ જણાવ્યું કે, મરાજો મહિન્દ્રાની પ્રોડક્ટ વિકસાવવાનાં સતત નવા, આંતરરાષ્ટ્રીય અભિગમનું પ્રતીક છે, જેનું એન્જિનીયરિંગ ઉત્કૃષ્ટતા માટે ડેટ્રોઇટમાં કરવામાં આવ્યું છે, એની ડિઝાઇન ઇટાલીમાં પિનઇન્ફેરિના સાથે જોડાણમાં અમારી ઇન-હાઉસ ટીમે તૈયાર કરી છે તેમજ સંપૂર્ણ પેકેજનું સંકલન ચેન્નાઈ નજીક અમારાં અત્યાધુનિક સંશોધન અ વિકાસ કેન્દ્ર એમઆરવીમાં થયું છે. મરાજોની પેટન્ટ ધરાવતી 'બોડી-ઓન-ફ્રેમ-ફ્રન્ટ-વ્હીલ-ડ્રાઇવ આર્કિટેક્ચર' ઓફર કરે છે. મરાજો પોતાનાં ટ્વિસ્ટ બીમ રિઅર સસ્પેન્શનને કારણે આ સેગમેન્ટમાં સૌથી વધુ સસ્પેન્શન ટ્રાવેલ (૨૪૫ એમએમ) ઓફર કરે છે તો, કારમાં આઠ લોકોને સુવિધાજનક રીતે બેસવા માટે પહેલી અને બીજી રોમાં બેસ્ટ-ઇન-ક્લાસ શોલ્ડર રૂમ ઓફર કરે છે. મરાજો એનાં સેગમેન્ટમાં સર્વોચ્ચ પાવર ડેન્સિટી અને ટોર્ક ડેન્સિટી સાથે નું નવું ૪-સિલિન્ડર એન્જિન ૯૦.૨ કેડબલ્યુ (૧૨૧ બીએચપી) પાવર અને ૩૦૦ એનએમ ટોર્ક પેદા કરે છે. ખૂબ જ આકર્ષક અને અદ્યતન સુવિધા અને સુરક્ષા, મેઇન્ટેનન્સ સહિતના સઘળા પાસાઓને ધ્યાનમાં લઇ દેશમાં સૌપ્રથમવાર આ સેગમેન્ટમાં લોન્ચ થઇ રહેલી મહિન્દ્રા મરાજો ચાર વેરિઅન્ટ - એમ ૨, એમ ૪, એમ ૬, એમ ૮ અને છ કલર  મેરિનર મરુન, પોઝઇડોન પર્પલ, એક્વા મરિન, આઇસબર્ગ વ્હાઇટ, ઓશેનિક બ્લેકમાં ઉપલબ્ધ છે. અમારા માટે ગર્વની ક્ષણ છે, કારણ કે મરાજોનાં યુવી સેગમેન્ટમાં પરિવર્તનમાં નવું પીછું છે.

(10:04 pm IST)