Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ભાજપના પ્રદેશ પ્રભારી યાદવ આજે ગુજરાતમાં

શ્રેણીબદ્ધ બેઠકોનું આયોજન થશે

અમદાવાદ,તા.૪: પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી તથા પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવના આવતીકાલના તારીખ ૫ સપ્ટેમ્બર, ૨૦૧૮ના ગુજરાત પ્રવાસ અંતર્ગત ભૂપેન્દ્રની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે લોકસભા ચૂંટણી અંતર્ગત વિવિધ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશના તમામ મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે. પંડ્યાએ જણાવ્યુ હતુ કે, સવારે ૧૦.૦૦ કલાકે લોકસભા અધ્યન-સંકલન સમિતિના પ્રભારી ટીમના યુવા સભ્યો તથા પ્રદેશ ભાજપાના તમામ મહામંત્રીઓ સાથે બેઠક યોજાશે ત્યારબાદ બપોરે ૧૨.૩૦ કલાકે લોકસભા વ્યવસ્થા આયોજન સમિતિના સભ્યોની બેઠક મળશે, જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે.

(10:02 pm IST)