Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

હાર્દિક પટેલને હલનચલનમાં પણ તકલીફ :ચક્કર આવતા હોવાની કરી ફરિયાદ

અમદાવાદ :હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના આજે 11માં દિવસે હલન ચલનમાં પણ તકલીફ થતી હોવાનું જણાવાઈ રહયું છે સોલા સિવિલના ડો. મનીષા પંચાલે જણાવ્યું હતું કે, બે દિવસ બાદ શારીરિક તપાસ કરવામાં આવી હતી તેમાં પલ્સ અને બ્લડ પ્રેસર નોર્મલ છે. તેણે સુગર અને યુરિન ટેસ્ટ કરવાની ના પાડી હતી. 100/80 પલ્સ રેટ અને હાલ 58.3 કિલો વજન વજન થયું છે. હાર્દિકને હોસ્પિટલમાં એડમિટ થવાની સલાહ આપવામાં આવી છે. હલનચલન કરવામાં તેને તકલીફ થાય છે અને ચક્કર આવી રહ્યા હોવાની તેણે ફરિયાદ કરી છે.

(3:45 pm IST)