Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

રાધનપુરમાં કોર્પોરેટર પર હુમલો :શહેરમાં સોપો ;લોકોમાં ફફડાટ ;કર્ફ્યુ જેવો માહોલ

અગમચેતી ખાતર સ્કૂલોને બંધ કરી વિધ્યાર્થીઓને રજા આપી દેવાઈ :પોલીસ પેટ્રોલિંગ શરૂ

રાધનપુરમાં શહેરના કાર્પોરેટર ઉપર હુમલાના સમાચાર સામે આવ્યા છે. કોર્પોરેટર પર હુમલાનું કારણ અને હુમલાખોરો વિષે હાલ કોઇ જાણકારી નથી. હુમલાને કારણે શહેરના બજારમાં સોપો પડવા સાથે ફફડાટ ફેલાઇ ગયો હતો.

 વેપારીઓએ દુકાનોના શટર પાડીને વેપાર-ધંધા બંઘ કરી દેતા શહેરમાં કરફ્યુ જેવો માહોલ બની ગયો હતો. અગમચેતી ખાતર સ્કૂલોને પણ બંધ કરી દઇને વિધ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી..શહેરના વાતાવરણને ધ્યાનમાં રાખીને પોલિસે પણ પેટ્રોલિંગ શરૂ કરીને સતર્ક પોઝીશન પર આવી ગઇ હતી.

(3:44 pm IST)