Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

સાબરકાંઠામાં ઉમિયા માતાજીનો રથ અટકાવવાના વિરોધમાં ઊંઝામાં સજ્જડ બંધ

પગપાળા જતા સંઘ પર પોલીસ દમનને ઊંઝા ઉમિયા માતા સંસ્થાને વખોડ્યું:

સાબરકાંઠામાં ઉમિયા માતાજીનો રથ અટકાવવાના વિરોધમાં ઊંઝામાં બંધ પળાઈ રહ્યો છે. બપોરે 12 વાગ્યાથી ઊંઝા બંધનાં એલાનમાં જોડાતા ઊંઝાના વેપારીઓએ સજ્જડ બંધ રાખ્યો છે. વેપારીઓએ પોતાના વેપાર-ધંધા અને દુકાનો બંધ રાખી બંધને સમર્થન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ઉમિયા માતાજીનો રથ અટકાવવામાં આવ્યો હતો. પોલીસે પદયાત્રીઓ પર બળપ્રયોગ કરતા તેના ઘેરા પડઘા પડ્યા હતા.

   હિંમતનગરના ગઢોડાથી પગપાળા જઈ રહેલા સંઘ પર પોલીસે કરેલા દમનને ઊંઝા ઉમિયા માતા સંસ્થાને વખોડ્યું હતું અને પોલીસના વલણને અત્યાચારી ગણાવ્યું હતું. ઊંઝા ઉમિયા સંસ્થાને કહ્યું છે કે ફરીથી આવું અત્યાચારી દમનકારી કૃત્ય ન બને તે માટે સરકાર પગલા ભરે. સાથે જ સરકારને ચીમકીના સ્વરમાં કહ્યું છે કે પાટીદાર સમાજની વિશ્વ ફલકની સંગઠિત શક્તિને ઓછી ન આંકે. અત્યાચારી કૃત્ય કરનારા અધિકારીઓ સામે પગલા ભરવાની સરકારને માંગ કરવામાં આવી છે અને જો સરકાર યોગ્ય પગલા નહીં લે તો ધાર્મિક સંસ્થાઓએ વિચારવું પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.

(3:43 pm IST)