Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

સરકાર પાટીદારોને અનામત આપે તો ભાજપમાં જોડાઇશ નહિ પણ અાજીવન કમલમમાં સાફ સફાઈ કરાવીશ :લલિત વસોયા

સમાજનું અાંદોલન હોવાથી અમે ટેકો અાપીઅે છીઅે.: સહકાર અાપવાની અમારી ફરજ છે

અમદાવાદ ;પાસના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ અંગે મંત્રી સૌરભભાઈ પટેલે હાર્દિકના ઉપવાસ અાંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું હતું. અા બાબતે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાઅે અાકરી પ્રતિક્રિયા અપાતા કહ્યું હતું કે હાર્દિકના ઉપવાસથી અા સરકાર ભીંસમાં મૂકાઈ છે. રૂપાણી સરકાર ઘૂંટણીયે પડશે અને અા અાંદોલન માટે વાતચીત માટે અાવશે.

  વસોયાએ વધુમાં કહ્યું હતું કે અા કોંગ્રેસ પ્રેરિત અાંદોલન નથી. અમે પાટીદાર છીઅે અેટલા માટે વર્ષોથી હાર્દિકની સાછે છીઅે. અા સમાજનું અાંદોલન છે અને સહકાર અાપવાની અમારી ફરજ છે. અા સમાજનું અાંદોલન હોવાથી અમે ટેકો અાપીઅે છીઅે.

   વસોયાએ એમ પણ કહ્યું હતું કે સરકારમાં તાકાત હોય તો પાટીદારોને અનામત અાપે તો ભાજપમાં જોડાઈશ નહીં  પણ અાજીવન કમલમાં સાફ સફાઈ કરાવવાની જવાબદારી લઉં છું. સરકાર કોંગ્રેસના નામે પાટીદાર અનામત અાંદોલનને અવળે પાટે ચઢાવવાની કોશિષ કરી રહી છે.

(3:41 pm IST)