Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ભરૂચમાં બી ડિવિઝન પોલીસે જાહેરમાં જુગાર રમતા શખ્સોની ધરપકડ કરી

ભરુચ:શહેરનાં બી ડિવિઝન પોલીસની હદમાં આવતા મદીના હોટલના પાછળનાં ભાગે કેટલાંક શખ્સો જુગારની મહેફિલ જમાવીને બેઠા હતા. જેની પોલીસને બાતમી મળતાં સ્થળ ઉપર તપાસ કરતાં જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી હતી. દરમિયાન પોલીસે 4 જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે જુગારીઓની અંગ ઝડતી લેતાં તેમની પાસેથી રોકડા રૂપિયા 58200, મોબાઈલ નંગ 4 જેની કિંમત રૂપિયા 13000 આમ કુલ મળી 71200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામની પુછપરછ કરતાં તેમનાં નામ સઈદ કાસમ શેખ, જૈનુલ આબેદીન ્હેમુદ પટેલ, મહમદ હનિફ યાકુબ પટેલ અને હુશેન ઈબ્રાહિમ પટેલ, તમામ રહે ભરૂચની પોલીસે અટકાયત કરી છે.

(3:35 pm IST)