Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

સુરતના કતારગામમાં આયોજન કરવામાં આવેલ ડાયરામાં ગાયકો પર નોટોનો વરસાદ થયો

સુરત:નાં કતારગામ વિસ્તારમાં ગત રાત્રિના સમયે એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકગાયક કાનો સોંડાગર ઉપર લોકોએ નોટોનો વરસાદ કર્યો હતો. આ ડાયરામાં લોકગાયક કાનો સૌંડાગર અને લોક સાહિત્યકાર રાકેશ ઘાસકટાએ લોકોને લોકગીત સાથે મનોરંજન પુરૂં પાડ્યું હતું. અનાથ, નિરાધાર અને ભૂખ્યાને ભોજનના લાભાર્થે યોજાયેલા આ ડાયરામાં લોકોએ મન ભરીને દાનની સરવાણી વહેવડાવી હતી.

(3:34 pm IST)