Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ભરૂચના ધોળીકૂઈ વિસ્તારમાં કીચડોના કારણે રહીશોને હાલાકી

ભરૂચ: શહેરનાં ધોળીકૂઈ વિસ્તારમાં રસ્તામાં ભારે કિચડનું સામ્રાજ્ય સર્જાતાં વાહન ચાલકો અને સ્થાનિક રહિશો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સાથે આ કિચડનાં કારણે ગંદકીનું સામ્રાજ્ય ખડું થતાં બિમારીનાં એંધાણ વર્તાઈ રહ્યા છે. જેથી આ કિચડના સામ્રાજ્યને સત્વરે દુર કરવાની માંગ સ્થાનિક રહિશો દ્વારા કરવામાં આવી છે.

ભરૂચ નગર પાલિકા તંત્ર વિકાસનાં કામોને લઈ સતત ચર્ચામાં અને વિવાદોમાં ઘેરાયેલું રહ્યું છે. ત્યારે વિવિધ વિસ્તારનાં લોકો તેમની સમસ્યાઓને લઈને પાલિકા તંત્ર ઉપર રોષ ઠાલવી રહી છે. સાથે પાલિકાના અણઘડ વહિવટના પગલે લોકોને વિવિધ સમસ્યાઓનો સામનો કરવાનો વખત આવે છે. હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. સાથે ભરૂચમાં મેળાનો પણ માહોલ ચાલી રહ્યો છે.

(3:34 pm IST)