Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

હાર્દિકના આમરણાંત ઉપવાસ સમર્થનમાં શત્રુઘ્નસિંહા, પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઇ મહેતા મળવા જશેઃ બે દિ' બાદ ચેકઅપ કરાયું

પૂર્વ કેન્દ્રિયમંત્રી યશવંતસિંહા પણ ઉપવાસી છાવણીની મુલાકાતે જશે

 અમદાવાદઃ  હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ૧૧મો દિવસ છે. ઉપવાસના સમર્થનમાં ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ શત્રુઘ્નસિંહા અને પૂર્વ કેન્દ્રિયમંત્રી યશવંતસિંહા ઉપવાસી છાવણીની મુલાકાતે જશે. સાડા ચાર વાગ્યે બંને ત્યાં પહોંચશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા પણ હાર્દિકને સમર્થન આપવા માટે પહોંચશે.

 આજે બે દિવસ બાદ હાર્દિકનું મેડીકલ ચેકઅપ કરાયું હતુઃ સોલા સીવીલની ટીમ દ્વારા ચેકઅપ કરવામાં આવેલઃ હાર્દિકનું વજન ૨૦ કિલો ઘટયુ છેઃ હાર્દિકના ઉપવાસનો આજે ૧૧મો દિવસ છેઃ ફિઝીશીયન ડોકટરને પણ સાથે રખાયા હતા. હાર્દિકને પેટમાં દુઃખાવો અને ચકકર આવવાના ચાલુ થયાનું ડોકટરને ફરીયાદ કરેલ. ડોકટરોએ જણાવેલ કે તેના વિવિધ અંગો ઉપર અસર થઇ રહી છેઃ શરીરના વિવિધ અંગો પર થઇ રહી છે અસર

(3:04 pm IST)