Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ગરુડેશ્વરની આશ્રમશાળાની વિદ્યાર્થીનીઓની શારીરિક અડપલા કરતો લંપટ આચાર્ય ઝડપાયો: પાંચ દિવસના રિમાન્ડ મંજુર

 

નર્મદા:ગરુડેશ્વર ખાતે આવેલી સ્વામી દયાનંદ આશ્રમ શાળામાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થીનીઓ સાથે શાળાના આચાર્ય દ્વારા શારીરિક શોષણ કરવાનો કિસ્સો બહાર આવ્યા બાદ લંપટ આચાર્યની ધરપકડ કરાઈ છે

  શાળાના આચાર્ય હર્ષદ પટેલ(36) કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરતા વિદ્યાર્થીની દ્વારા મહિલા હેલ્પલાઇન 181 પર કોલ કરી ફરીયાદ કરવામાં આવી હતી. પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરી છે. ઘટના સામે આવતા અન્ય ચાર વિદ્યાર્થીનીઓએ પણ આરોપ લગાવ્યા કે શિક્ષક તેમને ઘરે બોલવાતો અને શારીરિક અડપલા કરતો હતો.

  ઘટના સામે આવતા નર્મદા જિલ્લા તંત્ર અને બાળ સુરક્ષા સમિતિ આમને સામને આવી ગયા છે. લંપટ શિક્ષક ઉપર પોસ્કો એક્ટ સાથે આદિવાસી બાળાઓ સાથે અડપલા કરવાને કારણે એટ્રોસિટીનો ગુનો પણ દાખલ કરાયો છે. શિક્ષકની ઘરપકડ કર્યા બાદ તેના 5 દિવસના રિમાન્ડ પણ મંજુર થયા છે

(2:45 pm IST)