Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

હાર્દિક પટેલનું નહિ સરકારનું વજન ઘટ્યું :સૌરભભાઈ સલાહ આપવાને બદલે હાર્દિકની તબિયતની ચિંતા કરે :વિક્રમભાઈ માડમ

 

અમદાવાદ :કોંગ્રેસના વિક્રમ માડમે મંત્રી સૌરભભાઈ પટેલ સામે અાકરા ચાબખા માર્યા હતાસૌરભભાઈ સલાહ અાપવાને બદલે હાર્દિકના ઉપવાસ અને તેની તબિયત અંગે ચિંતા કરે તેવું તેમણે જણાવ્યું હતું. હાર્દિકના વજનમાં 20 કિલોનો ઘટાડો થયો છે તે હાર્દિકના વજનમાં નહીં પણ સરકારના વજનમાં ઘટાડો થયો છે અેટલે સૌરભભાઈ પટેલ મેદાને અાવી ગયા છે.

  હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના 11માં દિવસે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી છે. વિક્રમ માડમે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ કે, સરકાર પાટીદારોનું આંદોલન તોડવાના પ્રયાસ કરી રહી છેસૌરભ પટેલના આક્ષેપ બાદ તેણે કહ્યુ કે, ભાજપ કોંગ્રેસ પર ખોટા આક્ષેપ કરી રહી છે. 11-11 દિવસ થયા હોવા છતા સરકારના કોઈ નેતા હાર્દિક પટેલ સાથે મુલાકાત કરવા આવ્યા નથી.

(2:39 pm IST)