Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

સોલા ઉમિયા કેમ્પસમાં પાટીદાર સમાજ્નીછ સંસ્થાના પ્રતિનિધિઓની બેઠક

અનામત આંદોલન,હાર્દિક પટેલના ઉપવાસ,આયોગની કાર્યવહીની સમીક્ષા,પાટીદર આંદોલન વેળાએ થેયલ કેસો પરત ખેંચવા સહિતના મુદ્દે ચર્ચા

 

અમદાવાદ :પાસના સુપ્રીમો હાર્દિક પટેલના ઉપવાસને લઇને હવે પાટીદાર સમાજની સંસ્થાઓ પણ સક્રિય થઇ છે. સોલા ઉમિયા કેમ્પસમાં પાટીદાર સમાજની સંસ્થાના પ્રતિનિધિઓની બેઠક મળી રહી છે

   બપોરે બે વાગ્યાના અરસામાં બેઠકમાં અનામત આંદોલન.હાર્દિકના ઉપવાસ, સરકારે રચેલા આયોગની કાર્યવાહીની સમીક્ષા તેમજ પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવા અંગે બેઠકમા ચર્ચા થશે.

   જે સંસ્થાઓના પ્રતિનિધીઓ બેઠકમાં સામેલ થવાના છે તેમાં ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા, કાગવડની ખોડલધામ સંસ્થા, સુરતની સમસ્ત પાટીદાર સમાજ, અમદાવાદની સરદાર ગામ તેમજ અમદાવાદથી વિશ્વ ઉમિયા ફાઉડેન્શનનો સમાવેશ થાય છે.

(1:25 pm IST)