Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસ બાદ અત્યાર સુધીમાં વજનમાં 20 કિલોનો ધરખમ ઘટાડો

હોસ્પિટલ દ્વારા ઉપવાસ છાવણી પાસે ICU અને ચાર ડોક્ટરની ટીમ તૈનાત

 અમદાવાદ ;પાસના સુપ્રીમો હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસનો આજે 11મો દિવસ છે  બે દિવસ બાદ તેનું મેડિકલ ચેકઅપ કર્યું છે 

આજે સવારે સોલા સિવિલ હોસ્પિટલ તરફથી ડો. મનિષા પંચાલ અને તેમની ટીમ હાર્દિક પેટલનું ચેકપઅ કરવા પહોંચી હતી. જ્યાં ચેકઅપ કર્યા બાદ ડોક્ટરે હાર્દિક પટેલને હોસ્પિટલમાં દાખલ થઇ જવાની સલાહ આપી હતી.

   હારિક પટેલના લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ મુજબ પલ્સ 88 બ્લ્ડ પ્રેશર 100/80 અને SPO2 નોર્મલ છે, હાલમાં તેમનું વજન 58.3 KG થઇ ગયુ છે જે પહેલાં કરતાં 20 કિલો ઘટ્યુ છે. 11 દિવસ પહેલાં હાર્દિક પટેલનું વજન 78 કિલો હતું જે હવે ઘટીને 58.3 કિલો થઇ ગયુ છે.

   શરીરમાં આટલા મોટા ફેરફાર થવાથી તેમનાં ઓર્ગન્સ પર અશર પડે છે. હાલમાં તેમને હોસ્પિટલમાં દાખલ થઇ જવું જોઇએ. કારણ કે જ્યારે પણ જમવાનું છોડી દેવામાં આવે તો સૌથી પહેલાં શરીરમાં સ્ટોર થયેલો ગ્લુકોઝ વપરાય છે, તે બાદ ફેટ વપરાય છે બાદમાં પ્રોટીન વપરાય છે

(1:23 pm IST)