Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

જળ સંચય, જળ સિંચન અને જળ વ્યવસ્થાપન... ગુજરાતની જળક્રાંતિ...

નર્મદા યોજનાના સમગ્ર ઇતિહાસમાં પ્રથમ વાર વર્ષ ૨૦૨૧ દરમિયાન કમાન્ડ એરિયામાં ખરીફ અને રવી સિંચાઇ ઉપરાંત ઉનાળુ સિંચાઇ માટે પિયત વિસ્તારમાં ખેડૂતોને પાણી અપાયુ

રાજકોટઃ ગુજરાતે વરસાદી પાણીના સંચય, ખેતીમાં ટપક સિંચાઇ, નર્મદાના પાણીનું કુશળ વ્યવસ્થાપન, તળાવોની સુધારણા, ખેતરોમાં ખેત તલાવડીઓનું નિર્માણ, નદીઓમાં કાંપ નિવારણ, સપાટી પરના સ્રોતો આધારિત પાણી પુરવઠા યોજનાઓ, મલિન જળ શુદ્ધીકરણ અને દરિયાના પાણીના નિસ્યંદન દ્વારા મીઠા પાણીની પ્રાપ્તિ જેવા વિવિધ ઉપાયોના વિનિયોગથીજળ જીવનના સૂત્રને સાકાર કર્યું છે

ગુજરાત એક સમયે પાણીની અછત ધરાવતા રાજ્ય તરીકે ઓળખાતું હતું. પાણી વિકાસની પ્રાથમિક શરત છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાણી પરમેશ્વરનો પ્રસાદ છે, ત્યારે પાણીના એક એક ટીપાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા આહવાન કર્યુ હતું. તેમણે ચીંધેલા માર્ગે ગુજરાતે આજે જળસંચય જળસિંચન અને જળવ્યવસ્થાપન ક્ષેત્રે સમગ્ર દેશને નવી દિશા ચીંધી છે.

>             વર્ષ-૨૦૧૭માં ચોમાસા દરમ્યાન સરદાર સરોવર બંધ તેના પૂર્ણ જળાશય સ્તર એટલે કે ૧૩૮.૬૮મીટર સુધી ભરાતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૧૭/૦૯/૨૦૧૭ના રોજ ડેમ રાષ્ટ્રને લોકાર્પણ કરવામાં આવ્યો હતો જે એક ઐતિહાસિક ક્ષણ હતી. ડેમની જીવંત સંગ્રહ ક્ષમતા .૭૫ ગણી વધતાં કુલ જીવંત ક્ષમતા .૭૫ મીલીયન એકર ફીટ થતા જળ વિદ્યુત ઉત્પાદનમાં ૪૦ ટકા વધારો નોંધાયો હતો.

>             સરદાર સરોવર યોજનાના બંને પાવરહાઉસ કાર્યરત કરતાં ૧૪૫૦ મેગાવૉટની સ્થા્પિત ક્ષમતા હાંસલ કરવામાં આવી છે.

>             નર્મદા મુખ્ય નહેરમાંથી નીકળતી કુલ ૩૮ શાખા નહેરો પૈકી ૩૭ શાખા નહેરોનું બાંધકામ પૂર્ણ થયું છે. જૂન-૨૦૨૧સુધીમાં મુખ્ય નહેર સહિત જુદા જુદા પ્રકારની તમામ નહેરો સાથે અંદાજે ૬૯૮૩૦ કિ.મિ. લંબાઇ પૈકી ૬૨૩૮૫ કિ.મિ. ૮૯.૮૪ ટકા લંબાઈનાં કામો પૂર્ણ થયાં છે.

>             ખેડૂતોની જમીનનું સંપાદન ટાળવાના હેતુથી પ્રશાખાની કામગીરી ભૂગર્ભ પાઇપલાઇનથી હાથ ધરવામાં આવી છે.

>             કચ્છ શાખા નહેરની કુલ ૩૩૯ કિ.મિ.માં કામો જૂન-૨૦૨૧ સુધીમાં પૂર્ણ થતા અંજાર તાલુકા સુધી પાણી વહેવડાવવામાં આવ્યું છે. સરદાર સરોવર બંધના સ્થળથી આશરે ૬૦૦ કિ.મિ. દૂર ટપ્પર ડેમમાં કચ્છ શાખા નહેર દ્વારા પાણી અપાતા ૮૬૦ મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ થયો છે.

>             વડોદરા શાખા નહેર ઉપર ૨૫ મેગાવૉટ ક્ષમતાના સોલર પાવર પ્લાન્ટ થકી જૂન-૨૦૨૧ સુધીમાં ૧૫.૦૨ કરોડ યુનિટ વીજ ઉત્પાદન થયું છે.

>             શાખા નહેરો મારફત રાજ્યનાં ૯૧૦૪ ગામડાઓ, ૧૬૯ શહેરોના કરોડ નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

>             સરદાર સરોવર યોજના હેઠળ કુલ અંદાજિત ૧૮ લાખ પિયત વિસ્તાર પૈકી ૧૬.૮૭ લાખ હેકટર વિસ્તાર માઇનોર સુધી જ્યારે સબ માઇનોર સુધી ૧૫.૧૫ લાખ હેકટર પિયત વિસ્તાર વિકસિત થયો છે.

>             નર્મદા યોજનાના સમગ્ર ઇતિહાસમાં પ્રથમ વાર વર્ષ ૨૦૨૧ દરમિયાન કમાન્ડ એરિયામાં ખરીફ અને રવી સિંચાઇ ઉપરાંત ઉનાળુ સિંચાઇ માટે પિયત વિસ્તારમાં ખેડૂતોને પાણી આપવામાં આવ્યું છે.

>             ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ પાસે નર્મદા નદી ઉપર રૂ. ૫૩૨૨ કરોડના ખર્ચે બેરેજ યોજનાનું કામ પ્રગતિ હેઠળ.

>             પાણી પુરવઠા પ્રભાગ હેઠળ છેલ્લા વર્ષમાં કુલ રૂ. ૧૮૪૪૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

>             નવીન જૂથ પાણી પુરવઠા યોજના, હયાત જૂથ યોજનાની સુધારણા, ફળિયાઓને જૂથ યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં કુલ રૂ.૨૧૭૬૧ કરોડનાં કામો મંજૂર કરી રૂ.૧૦૫૪૫ કરોડનાં કામો હાથ પર લીધાં છે.

>             છેલ્લાં પાંચ વર્ષમાં પાણી પુરવઠા પ્રભાગ હેઠળ રૂ. ૪૭૪૬ કરોડના ખર્ચે નવીન તેમજ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી પૂર્ણ થઇ છે, જેમાં ૮૭૬૮ ગામોને લાભ થયો છે.

>             જૂથ પાણી પુરવઠા યોજનાનો વ્યાપ વધારી રાજ્યના કુલ ૧૩૮૦૯ ગામોને જૂથ યોજના સાથે જોડી દેવામાં આવ્યાં છે.

>             ફળિયાઓને પણ ગામ તરીકે ગણી ૧૬ જિલ્લાઓનાં ૭૭૩૬ ફળિયાઓને જોડવા માટે ૧૨૦૭ કરોડનાં કામો મંજૂર કર્યાં છે.

>             ‘નલ સે જલકાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ૯૩ લાખ ઘરની સામે કુલ ૬૭ લાખ ઘરોને નળજોડાણ

>             હર ઘર જલ યોજનાને સાકાર કરવા માટે વાસ્મો દ્વારા છેલ્લા વર્ષમાં ૧૫.૫૨ લાખ નવા નળજોડાણ આપવામાં આવ્યાં છે.

>             છેલ્લાં પાંચ વર્ષમાં ગ્રામીણ આંતરિક પાણી પુરવઠાની ૧૦૧૮૮ યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. જે પૈકી ૫૪૭૮ યોજનાઓ પૂર્ણ થઈ છે જ્યારે ૪૭૧૦ યોજનાઓ પ્રગતિ હેઠળ છે.

>             રાજ્યના બોટાદ, આણંદ, મહેસાણા, ગાંધીનગર અને પોરબંદર જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાં ૧૦૦ ટકા ઘરોને નળની સુવિધાથી આવરી લેવામાં આવ્યાં છે .

>             રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં ગ્રામીણ સ્તરે ૨૦ લાખ ઘરોને નળનું જોડાણ.

>             રાજકોટ, પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લાની રૂ. ૮૭૫ કરોડના વિવિધ બલ્ક પાઇપલાઇનનાં કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે.

>             રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિની ૪૦ ટકા કે ૨૫૦ થી વધુ વસ્તી માટે ગ્રામીણ આંતરિક પાણી પુરવઠા યોજનાઓ માટે લોકફાળામાંથી મુક્તિ આપવામાં આવી છે.

>             ગટરના શુદ્ધીકરણ કરાયેલા પાણીના પુનઃઉપયોગની નીતિ અંતર્ગત ૬૮૧.૬૮ એમ.એલ.ડી. પાણીનો પુનઃ ઉપયોગ કરવાનો શરૂ કરાયો છે.

>             સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના છેવાડાના ગામોમાં વિવિધ સ્થળોએ ૨૭ કરોડ લિટર ક્ષમતાના ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

>             છેલ્લાં વર્ષમાં ૧૩ એસ.ટી.પી.નાં કામો પૂર્ણ કર્યા છે. જ્યારે ભૂગર્ભ ગટર યોજનાઓ અને ૯૨ એસ.ટી.પી.નાં કામો પ્રગતિ હેઠળ છે .

>             રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૪.૬૦લાખથી વધુ પીવાના પાણીના નમૂનાની ચકાસણી કરવામાં આવી છે.

>             રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં ૩૧૨૭ બોર, ૪૧૫૭૫ હેન્ડપંપ અને ૨૯૦૭ મિની પાઇપ યોજના કરવામાં આવી છે.

>             રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણીના અનઅધિકૃત રીતે અથવા વધુ પડતો ઉપાડ અટકાવવા, પાણી પુરવઠાની આંતરમાળખાકીય સુવિધાને નુકસાન થતું અટકાવવા અને ઘર વપરાશની પાણી પુરવઠા વ્યવસ્થાનું સંરક્ષણ તથા તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુષંગિક બાબતો માટે વર્ષ ૨૦૧૯માં એક મહત્ત્વનો નિર્ણય લઇ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ડોમેસ્ટિક વૉટર સપ્લાય (પ્રોટેક્શન) એક્ટ ર૦૧૯ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો છે.

>             રાજ્યના ૧૩૪૦૦ ગામો અને ૨૦૯ શહેરોનું રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ દ્વારા જોડાણ થતાં પીવાનું શુદ્ધ પાણી મળતું થયું

>             રાજ્યમાં ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓનું નિવારણ કરવા રાજ્ય સરકાર દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઇન૧૯૧૬કાર્યરત કરી.

બી. પી. દેસાઈ

(4:57 pm IST)