Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ઉમરગામ પંથક માં આભ ફાટ્યું માત્ર ૨ કલાક માં ૭ ઇંચ વરસાદ : સર્વત્ર જળબંબાકાર

સૌરાષ્ટ્ર ને ધમરોળતા મેઘરાજા ભાણવડ ૭ ઇંચ, વેરાવળ, ખાંભા અને માંગરોળ ૫ ઇંચ અનરાધાર વરસાદ:આગામી ૭૨ કલાક માં ભારે વરસાદ ની આગાહી : તંત્ર સાબદું

(જીતેન્દ્ર રૂપારેલીયા-વાપી):  બંગાળ ની ખાડી માં સર્જાયેલા લો પ્રેસર તેમજ અરબી સમુદ્ર નજીક બનેલા cyclonic circulatioન ની અસર ને પગલે સૌરાષ્ટ્ર સહીત દક્ષીણ ગુજરાત ના કેટલાક વિસ્તારો માં મેઘરાજા એ અનરાધાર હેત વરસાવ્યું છે.   જેમાં વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકા માં આજે સાંજે ૬ વાગ્યા થી લઇ ૮ વાગ્યા સુધી માં એટલે કે માત્ર ૨ કલાક માં ૭ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે આવી જ સ્તિથી સૌરાષ્ટ્ર ના ભાણવડ,વેરાવળ,ખાંભા,માંગરોળ અને બગસરા સહિતના વિસ્તારો ની છે

 

ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ વાગ્યા થી લઇ રાત્રી ના ૮ વાગ્યા સુધી માં નોંધાયેલ વરસાદ ના    મુખ્યત્વે આંકડા ને જોઈએ તો.ઉમરગામ ૨૨૨ મીમી,ભાણવડ ૧૭૮ મીમી,વેરાવળ ૧૩૧ મીમી,ખંભા ૧૨૯ મીમી,માંગરોળ ૧૨૮ મીમી,બગસરા ૧૧૯ મીમી,સુત્રાપાડા ૧૦૫ મીમી,સાવરકુંડલા ૯૭ મીમી,કુતિયાણા ૯૬ મીમી,જાફરાબાદ ૯૪ મીમી,મોરબી ૮૦ મીમી,રાજુલા અને અમરેલી ૭૩-૭૩ મીમી ,ધારી ૬૩ મિમી,  ઉપલેટા ૫૯ મીમી ,માણાવદર ૫૨ મીમી,વંથલી ૫૦ મીમી વરસાદ નોંધાયેલ છે
             આ ઉપરાંત બાબરા ૪૭ મીમી ,જુનાગઢ અને જુનાગઢ સીટી ૪૦-૪૦ મીમી તળાજા અને વિસાવદર ૩૭-૩૭ મીમી ,કોડીનાર,માળિયા, મિયાણા અને જામકન્ડોરના ૩૬-૩૬ મીમી ,લાઠી ૩૫ મીમી,કોટડાસાંગાણી ૩૪ મીમી,મહુવા ૩૩ મીમી , તાલાળા અને ધોરાજી ૩૨-૩૨ મીમી,ભેસાણ ૩૧ મીમી,જસદણ ૨૬ મીમી,રાજકોટ ૨૩ મીમી,જેસર અને ગીર-સોમનાથ ૨૧-૨૧ મીમી વરસાદ નોંધાયેલ છે.
            આ ઉપરાંત રાજ્ય ના આશરે ૩૩ તાલુકાઓ ૧ મીમી થી લઇ ૧૯ મીમી સુધી નો વરસાદ નોંધાયેલ છે
આ લખાઈ રહ્યું છે એટલે કે રાત્રી ના ૯ કલાકે વાપી સહીત વલસાડ જીલ્લા માં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે

(9:02 pm IST)