Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાજપીપળામાં ૧૦ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૧૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : જિલ્લાનો કુલ આંકડો ૪૩૦ એ પોહોચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોનાના સંક્રમણ ના કારણે રાજપીપળાના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે 

 પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં રાજપીપળામાં ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં બાવાગોર ટેકરી , અંબિકા નગર , લાલટાવર , જીતનગર , નવા ફળિયા , પાછલુ ફળિયું તેમજ ડેડીયાપાડા ,કંખડી સહિત જિલ્લામાં કુલ ૧૨ પોઝિટિવ દર્દી નોંધાયા છે

 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૨૯ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૨૯ દર્દી દાખલ છે આજે ૨૨ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૩૫૩ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૪૩૦ એ પોહોચ્યો છે આજે વધુ ૧૬૮ સેમ્પલ ચકાસણી હેઠળ છે

 કોરોનામાં દર્દીઓના મૃત્યુ અંગે તંત્રની ખો ખો દર્દીઓના મૃત્યુ કેવી રીતે થયા તે એહવાલ આપીશું નો એપેડેમીક ઓફિસર નું રટણ

(6:07 pm IST)