Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર ડિપ્રેશનમાં રહેતી મહિલાએ એકલતાનો લાભ લઇ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા:ન્યૂ વીઆઇપી રોડ સાંઇદીપનગરમાં રહેતા કલાબેન નીતિનભાઇ મહેતા (..૬૦) ગઇકાલે સાંજે ઘરે એકલા હતા.

 તેમની પૂત્રવધુનો આગામી ૯મી તારીખે સીમંત પ્રસંગ હોય નીતિનભાઇ તથા પરિવારજનો બહાર ગયા હતા તે દરમિયાન કલાબેને દુપટ્ટાથી સિલિંગ ફેન પર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. કલાબેનના પરિવારજનો  એક કલાક પછી ઘરે પરત આવતા તેમને જોયુ તો કલાબેને ફાંસો ખાઇ લીધો હતો

બનાવ અંગે બાપોદ પોલીસને જાણ કરવામાં આવતા બાપોદ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસને મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે, કલાબેન છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં રહેતા હતા અને તેમની સારવાર ચાલુ હતી

(5:55 pm IST)