Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અરવલ્લીના બાયડમાં સફાઈ કામદાર પર હિચકારો હુમલો : આરોપીની ધરપકડ ના થાય તો સફાઈ નહીં કરવાની ચીમકી

 

અરવલ્લીના બાયડ નગર પાલિકાના સફાઇ કામદાર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતોહુમલો કરનારની ધરપકડ નહીં થાય ત્યા સુધી નગરની સફાઇ નહીં કરવાની સફાઇ સંગઠને ચીમકી ઉચ્ચારી હતી

   દરમિયાન  ચીફ ઓફિસર કહ્યું હતું. હુમલો કરનાર સામે કડક પગલા ભરવામાં આવશે. ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા જતી ગાડી સાથેના સફાઈ કામદારને માર મરાયો હતો. ગાડી બાજુ કરવાની બાબતે બોલાચાલી થતા માર મારવાની ઘટના બની હતી. સફાઇ કામદારોએ ઘટનાનો વિરોધ કરીને પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી

 

(10:18 pm IST)