Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

23મીએ વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે: રદ થયેલ તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે તેવી શકયતા

 

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી એક વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આગામી 23 ઓગસ્ટે પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવશે. અગાઉ જે કાર્યક્રમો રદ્દ થયા હતા તે તમામ કાર્યક્રમમાં પીએમ હાજરી આપે તેવી શક્યતા છે

  . પહેલા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે પીએમનો ગુજરાત પ્રવાસ રદ થયો હતો. હવે 23મી ઓગસ્ટે પીએમ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

(10:12 pm IST)