Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ડાંગ જિલ્લાના સાપુતારામાં પ ઇંચ વરસાદ ખાબક્યોઃ અનેક નદીઓમાં ઘોડાપૂર અને ગ્રામ્ય વિસ્તારો સંપર્કવિહોણા

સાપુતારાઃ ડાંગ જિલ્લામાં એકત્રે ખુબ સારો વરસાદ પડયો છે. વહેલી સવારથી જ ભારે ગરમી બાદ  ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું હતું. બપોર સુધીમાં સૌથી વધુ સાપુતારામાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

 

જ્યારે આહવામાં 1.6 ઈંચ, વધઈમાં 0.76 ઈંચ અને સુબિરમાં 0.48 ઈંચ જેટલો વરસાદ પડયો છે. ભારે વરસાદના પગલે નદીઓમાં પુર આવી ગયા છે.
જેના કારણે ખાસ કરીને અંબિકા અને ખાપરી નદીના 5 થી વધુ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
મહત્વનું છે કે, એક તરફ અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. જ્યારે બીજી તરફ તંત્રના અધિકારીઓ મોનસૂન ફેસ્ટિવલની તૈયારીઓમાં વ્યસ્ત છે. 

(6:44 pm IST)