Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વલસાડમાં મોબાઈલની શોપમાંથી 3.32 લાખના મોબાઈલની ચોરી થતા અરેરાટી

વલસાડ: આવાબાઇ સ્કૂલ પાસે આવેલા ઓપ્પોના શો રુમમાં ફરી એક વખત મોબાઇલની ચોરી થઇ છે. જેમાં આજે મળસ્કે ૫ જેટલા તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશી રુ. ૩.૩૨ લાખના ૨૩ મોબાઇલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાના પગલે વલસાડ શહેરમાં પોલીસ પેટ્રોલીંગનો છેદ ઉડી ગયો છે. વલસાડ આવાબાઇ સ્કૂલ પાસે આવેલી હરીઓમ ટેલિકોમ ઓપ્પો મોબાઇલ શોપમાં મંગળવારે મળસ્કે ૫થી ૬ જેટલા તસ્કરો આવ્યા હતા. કોઇ સાધન વડે શટરનો વચ્ચેનો ભાગ ઉકેલી કાઢ્યો હતો. ત્યારબાદ બે તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા અને વિવિધ પ્રકારના ૨૩ મોબાઇલ કિં. રુ.૩,૨૩,૮૧૦ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તેમને દુકાનમાંથી રોકડ કે અન્ય કોઇ વસ્તુ હાથે લાગી ન હતી. આ અગાઉ પણ વર્ષ ૨૦૧૬માં શહેરના આ જ ઓપ્પો સ્ટોર્સમાં મોબાઇલની ચોરી થઇ હતી.
 

(5:27 pm IST)