Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ધરમપુરના બોપીમાં ભેદી સંજોગોમાં ઝરણાં કિનારેથી તરુણની લાશ મળી આવતા તપાસ શરૂ

વલસાડ: ધરમપુરના બોપી ગામે રહેતો અને ધો.૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની લાશ તેના ગામના જ જંગલ વિસ્તારમાં આવેલા એક ઝરણાના કોતરમાંથી ભેદી સંજોગોમાં મળી આવી હતી. માથા અને પગમાં ઇજા સાથે કપડા વિનાની લાશ મળી આવતાં હત્યા થઇ હોવાની આશંકા સાથે ચકચાર મચી છે. હત્યા છે કે દુર્ઘટના ? તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. બોપી ગામના પટેલ ફળિયામાં રહેતો જીજ્ઞોશ અરવિંદભાઇ ચૌધરી (ઉ.વ.૧૬) ગામની જ શાળામાં ધો.૧૦માં અભ્યાસ કરતો હતો. આ વિદ્યાર્થી તા.૩૧મી જુલાઇના રોજ સ્કૂલે પહોંચ્યો હતો. ત્યારબાદ અચાનક તે ફરીથી ઘરે જવા નીકળી ગયો હતો. સ્કૂલના શિક્ષકે જવાની ના પાડવા છતાં તે ચાલી નીકળ્યો હતો. પણ તે ઘરે પહોંચ્યો ન હતો. જીજ્ઞોશ ઘરે નહીં આવતાં તેના પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતા. 
 

(5:26 pm IST)