Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

સુરતમાં ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લાને હટાવવા તંત્રએ કામગીરી હાથ ધરી

સુરત: સાંજે છ વાગ્યા પછી જાહેર રસ્તા પર ટ્રાફિકને અડચણરૃપ દબાણ હટાવવાની કામગીરીમાં આજે ઉધના દરવાજા વિસ્તારમાં દબાણ દુર કરવાની કામગીરી થઇ હતી. સાંજે છ વાગ્યા પછી ઉભી રહેતી લારીઓના કારણે ટ્રાફિક જામ થતો હોય પોલીસ સાથે મ્યુનિ. તંત્રએ કામગીરી હાથ ધરી હતી. મ્યુનિ. તંત્ર લારીઓ જપ્ત કરતું હતું ત્યારે લારીવાલાઓ લારી બચાવવા માટે દોડાદોડી કરતાં હતા. આવા દ્રશ્યો વચ્ચે કેટલીક જગ્યાએ સંઘર્ષ પણ થયો હતો. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં સાંજે છ વાગ્યા પછી થતાં દબાણ  દુર કરવા માટે મ્યુનિ. તંત્રએ એક ટીમ બનાવી છે. આ ટીમ દબાણના ન્યુસન્સ સ્પોટ શોધીને કામગીરી હાથ ધરે છે. આજે ઉધના દરવાજા વિસ્તારની આસપાસમાં જાહેર રસ્તા પર દબાણ કરીને ઉભી રહેલી લારીઓના દબાણ દુર કરવાની કામગીરી થઇ હતી. આ વિસ્તારમાં વધુ લારી ઉભી રહેતી હોવાથી મ્યુનિ. તંત્રએ પોલીસને સાથે રાખીને કામગીરી કરી હતી.
 

(5:26 pm IST)