Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

સતાનો દુરુપયોગ કરવા બદલ ઠાસરાના સુઈ ગામના સરપંચને સસ્પેન્ડ કરાયા

નડિયાદ:ઠાસરાના સુઈ ગામે સરપંચને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. પોતાના પદ પર રહી સત્તાનો દૂરઉપયોગ કરવાના આક્ષેપો ઉઠયા હતા. આ બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરાયેલી તપાસમાં સરપંચ દોષી ઠર્યા છે, જેથી જિલ્લા વિકાસ અધિકારીએ તાજેતરમાં યોજેલી સુનવણીમાં સરપંચને તેમના પદ પરથી બરખાસ્ત કરવામાં આવ્યા છે. ઠાસરાનું સુઈ ગામ છેલ્લાં કેટલાય સમયથી ચર્ચાઓમાં આવ્યું છે. ગામનાં સરપંચ જયશ્રીબેન ભોઈ દ્વારા ગામના વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર કરાતો હોવાની ફરિયાદો થઈ હતી. જેમાં ગામના જુના મહાદેવ વિસ્તારમાં બનાવાયેલા બોર અને પંપીંગ મશીનરી જે-તે સ્થળે ન કરી કોઈ ખાનગી માલીકીમાં બનાવી રૃપિયા ૭૪,૬૩૭/-નો ખોટો ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ ઉઠયા હતા.

 

(5:26 pm IST)