Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

હિંમતનગર: તંત્રએ રેડક્રોસ સોસાયટીને નોટિસ ફટકારી ભાડા પેટે 3.98 લાખ ભરવાનો હુકમ કર્યો


હિંમતનગર:ની મુખ્ય પોસ્ટઓફિસ અને હિંમતનગર-ઈડર રોડ પર આવેલી રેડક્રોસ સોસાયટીને ૫૩ વર્ષ અગાઉ સરકારે આરોગ્ય વિષયક સુવિધા ઉપલ્બધ કરાવવાના આશયથી સીટી સર્વે નં.૪૩૮ પૈકીની ૧૧૨૫૦ ચોરસ ફુટ જમીન રેવન્યુ ફ્રી ગ્રાન્ટ કરીને આપી હતી. તે પૈકીની કેટલીક જમીન પર રેડક્રોસ સોસાયટીના સંસાલકોએ પાંચ દુકાનો બનાવી તેને ભાડે આપી દિધી હતી. જેમા હેતુ ફેર કાયદાનો ભંગ થતા તાજેતરમાં તંત્ર ધ્વારા દિન ત્રણમાં આ દુકાનો ખાલી કરી તે જમીન સરકારને સોપવા માટે તથા ભાડા પેટે રૃા.૩.૯૮ લાખ સરકારમાં જમા કરાવવા આદેશ કરાયો છે. મુખ્ય પોસ્ટઓફીસની  નજીક આવેલ રેડક્રોસ સોસાયટી થકી ગરીબ અને જરૃરિયાત મંદ લોકોને આરોગ્ય વિષયક સેવાઓ ૫૩ વર્ષથી આપવા માટે સરકારના સીટી સર્વે વિભાગ ધ્વારા તત્કાલીન સમયે કાયદાની મર્યાદામાં રહીને કલેક્ટર ધ્વારા સીટી સર્વે નં.૪૩૮ પૈકીની ૧૧૨૫૦ ચોરસ ફુટ જમીન રેવન્યુ રાહે મફત આપી હતી. પરંતુ ગમે તે કારણસર રેડક્રોસ સોસાયટીના સંચાલકોએ આ પૈકીની કેટલીક જમીન પર પાંચ દુકાનો બનાવી તેને ભાડે આપી દિધી હતી. જે સંર્દભે થોડા વર્ષ અગાઉ થયેલા વિવાદ બાદ મામલો કાયદાની ગૂંચમાં સપડાયો હતો. જે સંર્દભે હિંમતનગરના રમેશભાઈ ચોકસી નામના અરજદારે આ અંગે કાર્યવાહી કરીને માહીતી માંગતા તંત્ર હરકતમાં આવી ગયુ હતુ. જેથી સીટી સર્વે  તથા અન્ય સંલગ્ન વિભાગે કાર્યવાહી કરીને રેડક્રોસ સોસાયટીના સંચાલકોને ત્રણ દિવસમાં આ પાંચ દુકાનોની જમીન ખાલી કરીને સરકારને સોંપવા આદેશ કર્યા છે. 

 

(5:24 pm IST)