Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

આંકલાવના ગંભીરા રોડ પર આઇશર બોલેરો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 6 ઈજાગ્રસ્ત

આંકલાવ:તાલુકાના ગંભીરા રોડ ઉપર આજે આઈશર અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા પાંચને ગંભીર ઈજાઓ થતાં તેઓને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ અંગે ભાદરણ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

અકસ્માતની મળતી વિગતો અનુસાર ટ્રાફિકથી દિવસ-રાત ધમધમતા ગંભીર રોડ ઉપર છાશવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે તેમ છતાં પણ પોલીસ અને તંત્રના પેટનું પાણી પણ હાલતુ નથી. આજે પુરપાટ ઝડપે જઈ રહેલા આઈસર ટેમ્પાએ બોલેરોને ટક્કર મારતાં કંકાપુરાના રહેવાસી ભુપેન્દ્રભાઈ ચંદુભાઈ પરમાર, રમણભાઈ નરસિહભાઈ પરમાર, મેહુલભાઈ વિક્રમભાઈ પરમાર, મહેશભાઈ દાદુભાઈ પરમાર તથા સંજયભાઈ હરિભાઈ પરમારને ઈજાઓ થવા પામી હતી. 

(5:23 pm IST)