Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

સેનેટરી ઈન્સપેકટર ઉપર તલવારના ઘા ઝીકયા : મટનની દુકાન સીલ કેમ કરી ?

આજે તો તને પતાવી દેવો છેઃ દિલીપ ભૈયાજીએ અરવિંદ પટેલ ઉપર તલવાર ઝીંકી

રાજકોટ : આદાવાદના નરોડા સજપુરબોઘા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં દિલીપ સોનકર (ભૈયાજી)એ ઈન્સપેકટર  અરવિંદભાઇ લક્ષ્મણભાઇ પટેલ પર તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો.  આ ઘટના અંગે નરોડા  પોલીસે આરોપીની  ધરપકડ કરી હતી.  પોલીસ તપાસમાં આરોપીની  મટનની દુકાન સીલ કરી હતી. જેને લઇ આરોપીઓ હેલ્થ અધિકારી પર હુમલો કર્યો હોવાનુ બહાર આવ્યુ છે. ગેરકાયદે મટનની દુકાન ધરાવતો  દિલીપ સોનકર (ભૈયાજી) તલવાર સાથે  આવ્યો હતો અને સૈજપુરબોઘા ખાતેની મ્યુનિસિપલ કોર્પોરેશનની  દુકાનમાં ઘસી  જઇને  કહેવા લાગ્યો  હતો કે  મારી મટનની  દુકાનને સીલ કરી છે, આજે તો તને  પતાવી દેવો છે તેવી ધમકી  આપીને તલવારથી  હુમલો કરતા અરવિંદભાઇ ગંભીર  રીતે ઘવાયા હતા. જ્યારે અન્ય એક કર્મચારી વચ્ચે પડતા તેને પણ સામાન્ય ઈજા થઇ હતી.  પોલીસનો કાફલો દોડી ગયો હતો અને આરોપીની ધરપકડ કરી છે. (૧૭.૪)

(4:10 pm IST)