Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અમદાવાદમાં એક ડઝન શંકાસ્પદ બાંગલાદેશી શખ્સો ઝડપાયા

બાંગલાદેશી નાગરિકનો મુદ્દો રાષ્ટ્રીય ફલક પર વિવાદી બન્યો છે તેવા ટાંકણે જ ઘુષણખોરીથી ખળભળાટઃ ગુન્હાહિત પ્રવૃતિઓમાં સંડોવાયા છે કે કેમ ? ડીસીપી ડો. હર્ષદ પટેલના માર્ગદર્શનમાં તપાસનો ધમધમાટ

રાજકોટ, તા. ૪ :. બાંગલાદેશી નાગરિકોનો મામલો જ્યારે રાષ્ટ્રીય ફલક પર વિવાદી બન્યો છે તેવા સમયે જ અમદાવાદમાં એક ડઝન જેટલા બાંગલાદેશી નાગરિકોને ગેરકાયદે ઘુષણખોરી કરવાના આરોપસર અમદાવાદની એસઓજી (ક્રાઈમ બ્રાન્ચ)એ ઝડપી લઈ ઉકત શખ્સોની નવનિયુકત ડીસીપી (એસઓજી ક્રાઈમ) ડો. હર્ષદ પટેલના માર્ગદર્શનમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

પકડાયેલા શખ્સોએ માત્ર ઘુસણખોરી જ કરી છે કે, તેઓ કોઈ ગુન્હાહિત ઈતિહાસ ધરાવવા સાથે ગુન્હાહિત પ્રવૃતિઓમાં સક્રિય છે કે કેમ ? તે બાબતે પણ તપાસ ચાલી રહ્યાનું ડીસીપી ડો. હર્ષદભાઈ પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

અમદાવાદ શહેરમાં કોઈ શકમંદ તત્વો ગુન્હાહિત કૃત્યના ઈરાદે ઘુસી ન આવે તે માટે તથા વિવિધ વિસ્તારના લુખ્ખાઓ અને બુટલેગરો માથુ ન ઉંચકે તે માટે ક્રાઈમ બ્રાન્ચ સક્રિય બની છે. જેના ભાગરૂપે સ્પેશ્યલ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) જે.કે. ભટ્ટ ડો. હર્ષદભાઈ પટેલ તથા મદદનિશ પોલીસ કમિશ્નર બી.સી. સોલંકીની બેઠકમાં ઘડાયેલ રણનીતિ મુજબ વિવિધ વિસ્તારોમાં ચેકીંગ ચાલી રહ્યુ છે. જેના ભાગરૂપે પીએસઆઈ એ.એ. દેસાઈ તથા બી.ડી. ભટ્ટ અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલીંગમા હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ઓઢવ સરાણીયાવાસ પાસે દેશની બોર્ડર ગેરકાયદે પાર કરી ૧૧ જેટલા ઈસમો ઘુસ્યાની માહિતી મળતા જ તેઓને ઝડપી લેવાયા હતા. ઉકત શખ્સો પાસે નાગરિકતાના કોઈ પુરાવા ન હતા.

જે શખ્સો ઝડપાયા છે તેમા તોરીકુલ આતોષ, તુહીન રહેમાન, મોહમંદ રાજુ મોહમંદ અલી શેખ, જેહાદુલ જમાલ શેખ, જુયેલ રોહીનબકસુ, જહાંગીર ઓલીયા, અસલત અબીબુલરહેમાન ફકીર, સિકંદર અબ્દુલઝલીલ શેખ, સઈદ કાલુ મુલ્લા, સમીમ ઈકલાઝ શેખ અને લુસાન મોન્ટુ મુલ્લાનો સમાવેશ છે.(૨-૧૯)

(3:57 pm IST)