Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ :વણઝારા અને અમીનની ડિસ્ચાર્જ અરજીનો ચુકાદો 7મી ઓગસ્ટ પર મુલતવી

અમદાવાદ: વર્ષ 2004ના ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં નિવૃત પોલીસ અધિકારી ડી.જી.વણઝારા અને એન.કે.અમીન દ્વારા ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરાઈ હતી જેના પર આજે ચુકાદો આવવાનો હતો.પરંતુ સીબીઆઈ કોર્ટે 7 ઓગસ્ટ પર ચુકાદો મુલતવી રાખ્યો છે. આ કેસ અંગેની સુનાવણી સીબીઆઈના સ્પેશિયલ જજ જે.કે.પંડ્યા દ્વારા પૂરી કરાઈ હતી. 

  અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ વણઝારાની ડિસ્ચાર્જ અરજી પર વિરોધ વ્યક્ત કર્યો હતો. સીબીઆઈના વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં વણઝારાની પણ ભૂમિકા છે. એક સાક્ષી દ્વારા ગવાહી આપવામાં આવી હતી કે એન્કાઉન્ટર અગાઉ ઈશરત જહાં અને અન્ય 3 લોકોની જ્યાંથી અટકાયત થઈ હતી તે ફાર્મહાઉસ પર વણઝારા હાજર જોવા મળ્યાં હતાં. 

  આ બાજુ વણઝારાના એડવોકેટે દલીલ કરી હતી કે કોઈ આરોપીને સાક્ષી બનાવીને તેને માફી આપવાનો હક ઈન્વેસ્ટિગેશન અધિકારીને નથી. આ બાજુ અમીનનું કહીએ તો કોર્ટે તેમની અરજી ઉપર પણ સુનાવણી પૂરી કરી લીધી છે. 

(1:04 pm IST)