Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ભરૂચના કસક ગરનાળામાં ભારે વાહન પર પ્રતિબંધ છતાં ઘૂસેલું ટ્રેલર ફસાયું :મોડીરાત્રે ટ્રાફિકજામ

ભરૂચના કસક ગરનાળા વિસ્તારમાં ગત રાત્રીના સમયે એક ટ્રેલર ફસાઈ જતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ગરનાળા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા જાણે સામાન્ય બની ગઈ છે. કરક ગરનાળામાંથી ભારે વાહનો ઉપર પ્રતિબંધ હોવા છતાં ટ્રેલર આ માર્ગ ઉપરથી પસાર થતાં ફસાઈ ગયું હતું. ભારે જહેમત બદ ટ્રેલરને ત્યાંથી બહાર કઢાતાં મોડી રાત્રે વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.

  આ અંગેની વિગત મુજબ ભરૂચ શહેરના કસક ગરનાળામાં શુક્રવારે મોડી રાત્રે એક ટ્રેલર પસાર થઈ રહ્યું હતું. દરમિયાન તે સ્લેબમાં અડી જતાં ફસાઇ ગયું હતું. ટ્રેલર ખોટકાઈ જતાં ટ્રાફિકજામ સર્જાયો હતો. હાલમાં ગરનાળાની ઉપર ફલાયઓવર બની રહયો હોવાથી લોખંડની એંગલોના કારણે ગરનાળુ સાંકડુ બની ગયું છે. તેવામાં ટ્રેલર ફસાઇ જતાં કસકથી સ્ટેશન તરફ આવતાં વાહનચાલકો અટવાઇ ગયાં હતાં. આ વાહનો રોંગ સાઇડમાં ઘુસી જતાં સ્ટેશનથી કસક જતાં વાહનો પણ ફસાયાં હતાં.

(1:04 pm IST)