Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

આણંદના ભાદરણ પાસે કેમિકલ ભરેલ ટેમ્પો પલ્ટી ખાઈ જતા અફરાતફરી ;એક કી,મી,નો વિસ્તાર ખાલી કરાવાયો

ભાદરણ પાસે મોડી રાતે કેમિકલ ભરેલ આઇસર ટેમ્પો પલટી જતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જોત જોતામાં પ્રવાહી સ્વરૂપ બ્રોમીન કેમિકલ વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જતા એક કિલોમીટરની ત્રિજીયાના વિસ્તારને ખાલી કરાયો હતો. નોંધનીય છે કે આ કેમિકલ ઝેરી હોય છે.

   કેમિકલની તીવ્રતા જોઈ તાબડતોબ મેડિકલ સહીતની ટીમોને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી છે. તંત્ર દ્વારા ઘટનાસ્થળની આસપાસના એક કિલોમીટરની ત્રિજીયાના વિસ્તારના રહીશો ને હટાવી લેવા કવાયત શરૂ કરાઈ હતી. સાથે આણંદ બોરસદ ખંભાતના ફાયર ફાયટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.જયારે  ખંભાત ઓ.એન.જી.સીની સ્પેશિયલ ટીમ દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરી કેમિકલ લીકેજને રોકવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

(12:21 pm IST)