Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

સોશીયલ મીડિયામાં ફેલાયેલી અફવાને કારણે અમદાવાદ ઓરી-અછબડાના રસીકરણમાં તળીયે : ડાંગ ટોપ ઉપર

અમદાવાદમાં માંડ રપ ટકા કામગીરી : રસીકરણના કારણે કોઇ બાળકનું મોત નથી થયું...: ડાંગમાં ૯ર ટકા રસીકરણ, રાજકોટમાં ૬૦ ટકા : ગુજરાતમાં ૧ાા કરોડ બાળકોમાંથી પ૦ ટકાને રસી મૂકાઇ

અમદાવાદ, તા. ૪ : ગુજરાતમાં ૧.૬ કરોડ બાળકોમાંથી ૭પ લાખને મિઝલ્સ એન્ડ રૂબેલા (ઓરી-અછબરડા)ની રસી આપવામાં આવી હતી. અમદાવાદમાં રસીકરણની ટકાવારી સૌથી ઓછી રપ ટકા રહી હતી. અમદાવાદ કરતા તો રસીકરણમાં ૯ર ટકા સાથે ડાંગ અને ૬૦ ટકા સાથે રાજકોટ તેમજ પપ ટકા સાથે સુરત આગળ હતા. રસી અંગે ફેલાયેલી વિવિધ અફવાઓને કારણે અમદાવાદમાં રસીનો રેયિો સૌથી નીચો રહ્યો હોવાનું મનાય છે.

સમગ્ર ભારતભરમાં ચાલી રહેલા મિઝલ્સ એન્ટ રૂબેલા કેમ્પેઇનના ભાગ સ્વરૂપે લોકોમાં ફેલાયેલી અફવાઓને ડામવા મ્યુનિ. કોર્પોરેશન દાણાપીઠ ખાતે રાજય કક્ષાના રજીસ્ટ્રાર ઓફ વેકિસનેશનના અધિકારી, મેયર, ડેપ્યુટી મ્યુનિ. કમિશનર, હેલ્થ વિભાગના ચેરમેન તેમજ અન્ય હેલ્થ ઓફીસર્સ દ્વારા શહેરની તમામ શાળાના પ્રીન્સીપાલ્સ સાથે મીટીંગ ગોઠવી હતી.

જેમાં રસીકરણની જરૂરીયાત તેમજ તેના માટે સમાજમાં ફેલાયેલી ગેરસમજ તેમજ દરેક બાળકને ફરજિયાત રસી મૂકવામાં આવે તે માટે ચર્ચા કરવામાં આવી હતી.

રાજય કક્ષાના રજીસ્ટ્રાર ઓફ વેકિસનેશનના અધિકારી નયન જાનીના જણાવ્યા અનુસાર રસીકરણના કારણે ભુતકાળના એક પણ કેસમાં કોઇ બાળકનું મૃત્યુ થયું નથી. તેમણે ઉર્યું હતું કે સમગ્ર રાજયમાંથી કલેકટર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓના બાળકોને પણ રસી આપવામાં આવી છે જેમાના કોઇપણ બાળકને તેની આડસર થઇ નથી.

રસીકરણમાં અમદાવાદ  સૌથી પાછળ કેમ

રસી મૂકવાને મુદ્દે સોશીયલ મીડિયામાં ફેલાયેલી અફવાઓને લઇ લોકોમાં રસીને લઇ ભય છે. પરંતુ રસીથી કોઇ જ આડ અસર થતી નથી. (૮.૬)

 

(12:19 pm IST)