Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ગુજરાતના પ૮ તાલુકાઓમાં હેત વરસાવતા મેઘરાજા ઉમરગામ દોઢ તો કપરાડા અને કામરેજમાં ૧ ઇંચ

વાપી તા. ૪ :.. ચોમાસાની આ સિઝનમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાદ એકાએક ગાયબ થઇ જતા જગતનો તાત ચિંતામાં મુકાયો હતો. ત્યાં જ વાતાવરણમાં આવેલ પલ્ટાને પગલે રાજયના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થયો છે.

વાતાવરણમાં સર્જાયેલ એક અપર સાયકલોનીક સરકયુલેશનને પગલે દ. ગુજરાતથી દ. રાજસ્થાન સુધીના પટ્ટામાં વરસાદની સંભાવના વધી છે.

છેલ્લા ૮-૧૦ દિવસથી રાજયમાં વરસાદી સીસ્ટમ નબળી પડી હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું હતું. ત્યાં જ સિસ્ટમમાં પરિવર્તન જોવા મળ્યું છે.

હવામાન ખાતાને કરેલી આગાહી અનુસાર આગામી છઠી ઓગસ્ટ થી રાજયના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જો ઓગસ્ટમાં ચોમાસુ નહિ જામે તો ખરેખર ખેડૂતો માટે કપરી સ્થિતિ ઉભી થશે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

દ. ગુજરાતના ઉકાઇ બંધની જળ સપાટી પણ મેઘરાજાના વિરામ સાથે સ્થિર રહેતી જણાય છે.

આજે સવારે ૮ કલાકે ઉકાઇ ડેમ ની જળસપાટી ૩૦૦-૩૨ ફુટે સ્થિર રહેવા પામી છે. જયારે કોઝવેની જળસપાટી પ. ૮૫ મીટરે પહોંચી છે.

ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડામાં

વલસાડ જિલ્લાના તાલુકાઓમાં ઉમરગામ ૪૦ મી.મી., કપરાડા ૨૫ મી.મી., વાપી ૨૦ મી.મી., પારડી ૧૪ મી.મી. અન  ધરમપુર ૧૧ મી.મી. તો સુરત જિલ્લાના તાલુકાઓમાં કામરેજ ૨૧ મી.મી., માંગરોળ ૧૨ મી.મી. અને ઉમર પાડા ૧૧ મી.મી. જયારે નર્મદા જિલ્લાના તાલુકાઓમાં સાગબારા ૧૫ મી.મી. અને ડીડિયાપાડા ૧૦ મી.મી., વરસાદ નોંધાયેલ છે.

(12:18 pm IST)