Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અમદાવાદની શાળાઓ બહાર RTO ની ટ્રાફિક ડ્રાઈવ :અલગ -અલગ 12 ટીમો દ્વારા કાર્યવાહી

સંખ્યાબંધ વાહનોને મેમો ફટકારાયો :સ્કૂલવેન કબ્જે લેવાઈ

અમદાવાદ: અમદાવાદની શાળાઓ બહાર RTO દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું હતું  જેમાં સ્કૂલ વાનના ફિટનેસ સર્ટિફિકેટ અને ગેસકીટ તપાસવામાં આવ્યા હતા. કેપિસિટી કરતા વધારે બાળકો બેસાડતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે

  . સી એન વિદ્યાલય, માઉન્ટ કાર્મેલ સહિત 12 સ્કૂલમાં RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. RTOની અલગ અલગ 12 ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક ડ્રાઈવમાં  12 ટીમમાં 3 આરટીઓ અધિકારી સહિત 39 કર્મચારી દ્વારા ચેકીંગ હાથ ધરાયુ

    ભુયંગદેવમાં એક ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતુ. આરટીઓ વિભાગ દ્વારા અમ્દાવાદની એ.જી ટીચર્સ સ્કૂલ માંથી 04 જેટલી સ્કૂલ વેન કબ્જે કરવામાં આવી.

(12:07 pm IST)