Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અમદાવાદના સિંધુ ભવન ફાયરિંગ મામલે મેક્સી પટેલની બોપલથી ધરપકડ

કારમાંથી દારૂની ખાલી બોટલ અને બાઇટિંગ પણ મળ્યું : નશો કર્યાની ચર્ચા

અમદાવાદના સિંધુભવન રોડ પરના કાફે પાસે ગતરાતે થયેલ ફાયરિંગ મામલે મેક્સી પટેલની બોપલથી ધરપકડ કરાઈ છે

   આ ફાયિરિગં સ્ટાર્ટર ગનથી કર્યું હતું  સિંધુભવન રોડ પરના ડેનીસ કોફી બારમાં રાતે 9 વાગ્યાના અરસામાં બેથી ત્રણ જેટલા શખ્સો એક વાહનમાં આવ્યા હતા. જેમાં મેક્સી પટેલ નામના શખ્સે 2 થી 3 રીઉન્ડ કરીને રોફ બતાવ્યો હતો. અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જો કે મોડી રાત્રે પોલીસે  મેક્સી પટેલ નામના શખ્સની બોપલ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી અને તેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ કારમાંથી ચેકિંગ દરમ્યાન બાઇટિંગ પણ મળી આવ્યું હતું. તેમજ દારૂની એક ખાલી બોટલ મળી આવતાં આ શખ્સોએ નશો કરીને આ ફાયરિંગ કર્યા હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે.

  મેક્સી પટેલના ફેસબુક તેમજ સોશિયલ મિડીયા પર અનેક એવા વિડીયો છે. જેમાં તે વિલનનો રોલ કરી રહ્યો છે અને હાથમાં એક રિવોલ્વર પણ રાખીને પોતે ડોન છે તેવું સાબિત કરી રહ્યો છે.

(12:06 pm IST)