Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

પદમાવત ફિલ્મના વિરોધ સમયે થયેલ કેસ પાછા નહિ ખેંચાય તો કરણી સેનાની આંદોલનની ચીમકી

ક્ષત્રિય સમાજ સામે થયેલ કેસ પાછા ખેંચવા ઉપરાંત ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને સમાન જન સંખ્યા માટે કાયદાની માંગ

 

મહેસાણામાં કરણી સેનાની સર્કિટ હાઉસમાં બેઠક મળી હતી. જેમાં પદ્માવત ફિલ્મના વિરોધ સમયે ક્ષત્રિય સમાજ પર થયેલા કેસો પાછા ખેંચવા માંગ સાથે આંદોલનની ચીમકી અપાઈ હતી

 માતા પદ્માવતી પર બનાવેલી વિવાદાસ્પદ ફિલ્મના વિરોધ સમયે અમારા સમાજ સામે ફરિયાદ થઇ હતી. જેમા પાટીદારો,દલિતો અને કાશ્મીરી પથ્થરબાજોના કેસ પાછા ખેંચાયા છે. તેજ રીતે ક્ષત્રિય સમાજ સામે થયેલા કેસો પાછા ખેંચવા માગ કરી હતી.સરકાર કેસો પાછા નહીં ખેંચે તો આંદોલનની ચીમકી રાજ્યના પ્રદેશ પ્રમુખ રાજસિંહજી શેખાવત દ્વારા આપવામાં આવી હતી.

 કેસો પાછા ખેંચવાની સાથે અન્ય બે માંગો પણ બેઠકમાં મુકાઈ હતી. જેમાં ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને સમાન જન સંખ્યા માટે કાયદાની માંગ કરાઇ હતી.

(9:13 pm IST)