Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ખેડૂતને એક મહિનામાં વળતર ચૂકવવા આદેશ :પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો

ઠાસરાના ખેડૂતે નુકશાની મામલે વીમો ચુકવતા હાઇકોર્ટમાં કરી અરજી :કંપનીઓ વળતર ચુકવવામાં ઠાગાઠૈયા કરતી હોવાની આક્ષેપ

 

અમદાવાદ ;પાકવિમાં માટે ખેડૂતોને અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે ત્યારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના મામલે ગુજરાત હાઇકોર્ટનો મોટો ચૂકાદો અાવ્યો છે. ઠાસરાના ખેડૂતે ખેતરમાં થયેલી નુકશાની મામલે વીમો નહીં ચૂકવાતા તેમણે હાઈકોર્ટમાં અરજી કરી હતીહાઇકોર્ટ દ્વારા એક મહિનામાં ખેડૂતને પાકવિમાની રકમ ચૂકવવા આદેશ કરાયો છે

 ખેડૂતો પાસેથી પ્રીમિયમના પૈસા લીધા બાદ પણ ઇન્શ્યોરન્સ કંપનીઓ પાક વીમાનું વળતર ચુકવવામાં ઠાગાઠૈયા કરતી હોવાનો અરજદારે અાક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં ઘણા ખેડૂતોને પાકવીમો મળ્યો નથી. સરકાર પણ અા બાબતે હાથ ખંખેરી રહી છે. ગત વર્ષે બનાસકાંઠાના પૂરમાં ધોવાઈ ગયેલા પાકના ખેડૂતોને પૈસા મળી રહ્યાં નથી. પાકવીમાની સૌથી મોટી સમસ્યા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છે. જે ખેડૂતો પાકવીમાની રાહ જોઈ રહ્યાં છે. અાજે હાઈકોર્ટે ચૂકાદો અાપી ખેડૂતો માટે  અાશા જગાવી છે. ગુજરાતમાં પાકવીમો મળવા બાબતે અનેક ખેડૂતો બુમરાણ પાડી રહ્યાં છે.

  ઘણાં રાજ્યોમાં ખેડૂતો કૃષિધિરાણ લઈને ખેતી કરે છે. યોજનાને ખેડૂતોને દેવાદાર બનાવતી સ્કીમ તરીકે પણ ગણાવાઈ છે. છેલ્લાં બે વર્ષથી કૃષિધિરાણ સાથે સરકારે પાકવીમો ફરજિયાત કર્યો છે. દેશમાં 14 કરોડ ખેડૂતો કૃષિધિરાણનો લાભ લે છે.

  ખેડૂતોને કુદરતી આપત્તિનાં જોખમ સામે રાહત આપતી યોજના કૃષિધિરાણ લેનાર ખેડૂતો માટે ફરજિયાત છે. કૃષિધિરાણ લો છો તો પાકવીમો પણ ફરજિયાત લેવો પડશે. વર્ષ 2016માં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ લોન્ચ થયેલી પ્રધાનમંત્રી પાકવીમા યોજના 26 ટકા સુધી પહોંચી છે. સરકાર વર્ષે 40 ટકા એટલે કે 776 લાખ હેક્ટર જમીનનો પાકવીમો ખેડૂતો ઉતારે તે માટે પ્રયત્નો કરી રહી છે. સરકાર વર્ષ 2019 સુધી યોજનાને 50 ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક ધરાવે છે.

  સરકારની યોજનાથી ખેડૂતોનું ભલું થાય કે નહીં પણ પાકવીમા સાથે સંકળાયેલી કંપનીઓને તો બખ્ખાં થઈ ગયાં છે. સરકાર સામેથી ખેડૂતોને વીમાનું પ્રીમિયમ ભરવા મજબૂર કરી રહી છે. વર્ષ 1985 થી 2016 સુધીમાં માત્ર 23 ટકા વિસ્તારને સરકાર ત્રણ વર્ષમાં 50 ટકાએ લઈ જવાના લક્ષ્યાંક અંતર્ગત કામગીરી કરી રહી છે.

  ગુજરાતમાં ગત વર્ષે 13 લાખ ખેડૂતોએ પાકવીમા યોજનાનો લાભ લીધો હતો. ખેડૂતો માટે ફરજિયાતને બદલે યોજના મરજિયાત રખાય તેવી ખેડૂતો બુમરાણ પાડી રહ્યા છે. પાકવીમા યોજનાને પગલે પ્રથમવાર વીમાક્ષેત્રમાં ગત વર્ષે 32 ટકાનો વેપાર વધ્યો હતો. પ્રધાનમંત્રી પાકવીમા યોજના વાહન વીમા અને સ્વાસ્થ્ય વીમા બાદ ત્રીજા ક્રમ પર પહોંચી ગઈ છે.

(9:07 am IST)