Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અમદાવાદમાં માટીના ઢગલા ઉપર પડેલ મહિલાનું દાઝી જતા મોતઃ વિચિત્ર બનાવમાં માટીના નમુદા FSL માટે મોકલાયાઃ કેમિકલ ડમ્‍પ કરવાથી આ બનાવ બન્યાનું પ્રાથમિક તારણ

અમદાવાદઃ અમદાવાદમાં આગ વગર પણ મહિલા એટલી દાઝી ગઈ કે તેનું મૃત્યું થયું. 22 જૂનના રોજ સલમાબાનો અંસારી પોતાના પતિ નિઝામુદ્દીન અંસારી સાથે સ્કૂટર પર બહાર જતા હતા ત્યારે પિરાણા નજીક અકસ્માત નડતા આ બનાવ બન્યો હતો.

પતિ-પત્ની નારોલ તરફ જતા હતા ત્યારે પિરાણા ડમ્પિંગ સાઇટ નજીક સામેથી આવતા પૂરપાટ ટ્રકથી બચવા જતા સ્કૂટરનું બેલેન્સ ખોરવાયું અને પતિ-પત્ની નીચે પડ્યા. સલમાબાનો રોડની બાજુમાં આવેલ રેતીના ઢગલા પર પડ્યા કે તરત જ દર્દથી બૂમો પાડવા લાગ્યા. જેથી તેમને બચાવવા માટે પતિએ ઉભા થઈને જેવો રેતીના ઢગ પર પગ મુક્યો કે તે પણ મદદ માટે ચીસો પાડવા લાગ્યો. જેના સાંભળીને આસપાસના લોક આવ્યા અને બંનેનો બચાવ કરીને હોસિપ્ટલ પહોંચાડવામાં આવ્યા.

અહીં ડૉક્ટરે જાહાર કર્યું કે સલમાબાનો 57 ટકા જેટલા બળી ગયા છે અને તેમના શરીરમાં ખૂબ ઉંડે સુધીનો ભાગ બળી જવા પામ્યો છે જ્યારે નિઝામુદ્દીના પગ પણ 15 ટકા જેટલા બળી ગયા હતા. જોકે આશ્ચર્યની વાત એ હતી કે પતિ-પત્ની રેતીના ઢગ પર દાઝ્યા જ્યારે આ જગ્યાએ એક્સિડન્ટ પહેલા કોઈ આગનો બનાવ બન્યો ન હતો. તો રેતી એટલી બધી કઈ રીતે ગરમ હોઈ શકે જે મોતનું કારણ બને. ત્યારે એવો અંદાજ છે કે અહીં ડમ્પિંગ કરવામાં આવતા કચરા ઉપરાંત રાસયણના કારણે ધૂળ-માટીનો એ ઢગલો રાસાયણિક બની ગયો હશે જેના કારણે બંને દાઝ્યા હતા.

પોલીસ સૂત્રો મૂજબ માટીના નમૂનાને વધુ તપાસ માટે FSL લેબોરેટરી મોકલી દેવામાં આવ્યા છે. આસપાસના વિસ્તામાં કઈ કચરો બાળવામાં આવ્યો હોય તેવું ન હોવાના કારણે મનાઈ રહ્યું છે કે કેમિકલ ડમ્પિંગથી આ બન્યું હોઈ શકે. FSL રિપોર્ટમાં ખબર પડશે કે ક્યા પ્રકારનું કેમિકલ અહીં ડમ્પ કરવામાં આવ્યું હતું.

શાકભાજીનો વેપાર કરતા નિઝામુદ્દીને કહ્યું કે, ‘જો ત્યાં આગ નહોતી તો મારી પત્ની શેના કારણે આટલી દાઝી ગઈને મૃત્યુ પામી. તેજ રીતે એ માટીના ઢગલા પર પગ મુકતા જ શા માટે હું પણ આટલો દાઝી ગયો. આ ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ ડમ્પિંગનો મામલો છે. જે વટવા-નારોલ વિસ્તામાં મોટાપાયે કરવામાં આવે છે.

સલમાબનોના મૃત્યુ બાદ નારોલ પોલીસે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી વધુ તપાસ આગળ હાથ ધરી છે. જ્યારે GPCBના ડિરેક્ટર કે.સી મિસ્ત્રીએ કહ્યું કે, ‘મે મારી લાઇફમાં ઓલિયમ અને સલ્ફેટ જેવા કેમિકલના કારણે બળવાના અનેક કેસ જોય છે. પણ આ કેસ સાવ અલગ છે. ક્યારેય કોઈને સ્કિન બર્ન થવાના કારણે મોત નિપજ્યું હોય તેવું જોયું નથી.

(6:33 pm IST)