Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અમદાવાદમાં કોર્પોરેશન અને પોલીસ દ્વારા રસ્તાઓને ટ્રાફિકમુક્ત બનાવવાની ઝુંબેશ યથાવતઃ દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત મોટાપાયે ડિમોલીશન

અમદાવાદઃ શહેરના રસ્તાઓને ટ્રાફિક મુક્ત બનાવવા માટે કોર્પોરેશન તેમજ પોલીસ દ્વારા શરુ કરવામાં આવેલી ખાસ ઝૂંબેશ આજે પણ ચાલુ છે. આજે અમદાવાદમાં સત્તાધાર વિસ્તારમાં મોટાપાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સોમાં પાર્કિંગની જગ્યામાં કરી દેવાયેલા દબાણને હટાવાયું હતું. બીજી તરફ, પૂર્વ વિસ્તારમાં પણ કોર્પોરેશન અને પોલીસે સંયુક્ત રીતે 11 કિલોમીટર વિસ્તારમાં દબાણ હટાવવાનું કામ શરુ કર્યું છે. આ કામગીરીમાં 3 ડીસીપી, 6 એસીપી, 10 પીઆઈ અને 200 પોલીસકર્મીઓ જોડાયા છે. ક્રેન, લાઉડસ્પીકર તેમજ વીડિયોગ્રાફર સાથે કોર્પોરેશનની 20 ટીમો અહીં દબાણ હટાવી રહી છે.

(6:31 pm IST)