Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

અમદાવાદની આરટીઓમાં માસ્ક વગર નો એન્ટ્રીથી વિવાદ

અમદાવાદ, તા. : કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે જાહેર સ્થળે પર માસ્ક પહેરવું ફરજિયાત છે. દેશના વડાપ્રધાન મોદી દેશના લોકોને અનેક વખત વિનંતી કરી ચુક્યા છે કે માસ્ક પહેર્યાં વગર ઘર બહાર નીકળું. જો માસ્ક હોય તો તેમણે લોકોને ઘરે બનાવેલું માસ્ક, હાથ રૂમાલ કે દુપટ્ટાનો ઉપયોગ કરવાનું જણાવ્યું છે. જોકે, અમદાવાદ આરટીઓ કચેરીએ માસ્ક માટે પોતાનો અલગ નિયમ બનાવ્યો છે. અહીં મોઢે રૂમાલ બાંધીને આવતા લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી. બીજી બાજું જો કોઈ આરટીઓનો કર્મચારી મોઢે રૂમાલ બાંધીને આવે તો તેને પ્રવેશ મળી જાય છે.

માસ્ક ફરજિયાત કરવાનો ઉદેશ્ય એટલો છે કે લોકો જાહેર સ્થળ પર નીકળે ત્યારે તેમનું મોઢું ઢંકાયેલું રહે. જેના કારણે કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં. સરકારની ગાઈડલાઈનનું પાલન તમામ કચેરી અને ઓફિસમાં ફરજિયાત કરવાનું છે. જોકે, કેટલીક કચેરીઓએ તો પોતાના અલગ નિયમ બનાવી દીધા છે. તેમાં પણ અમુક કચેરીમાં કર્મચારીઓ નિયમોનું પાલન કરે તો ચાલે પરંતુ અહીં આવતા લોકોએ ફરજિયાત નિયમો પાળવા એવું પણ બની રહ્યું છે. સમયે અમદાવાદ આરટીએ કચેરીએ ખાતે રૂમાલ બાંધીને આવતા લોકોને પ્રવેશ અપાતો હોવાની ફરિયાદ ઉઠી છે.

અમદાવાદ આરટીઓ કચેરીમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. એટલે આરટીઓ કચેરીમાં પણ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ સરકારની ગાઈડલાઈન કરતા આરટીઓના નિયમ જુદા જોવા મળી રહ્યા છે. અમદાવાદ આરટીઓ કચેરીએ આવતા આરજદારી જો મોઢા પર રૂમાલ બાંધીને આવે છે તો તેમને પ્રવેશ આપવામાં આવતો નથી. દેશના વડાપ્રધાન કહી રહ્યા છે કે લોકો માસ્ક કે રૂમાલ બાંધીને મોઢું ઢાંકેલું રાખે પરંતુ આરટીઓ કચેરી ખાતે રૂમાલ બાંધીને આવતા લોકોને પ્રવેશ અપાતો નથી.

બીજી તરફ જો કોઈ આરટીઓનો કર્મચારી મોઢા પર રૂમાલ બાંધીને આવે તો તેને પ્રવેશ મળી જાય છે. એટલે કે આરટીઓના પોતાના અલગ નિયમમાં પણ કર્મચારીઓ માટે અને અરજદારો માટે અલગ અલગ નિયમ છે. આરટીઓ કચેરી ખાતે આવતા અરજદારોએ જણાવ્યું હતું કે, રૂમાલ બાંધીને આવ્યા હોવાથી આર.ટીઓ. કચેરીમાં પ્રવેશ નથી મળતો. અહીં ફરજિયાત માસ્કનો આગ્રહ રાખવામાં આવે છે. અમારે પ્રવેશ લેવા માટે અસપાસની દુકાનોમાં માસ્ક લેવા જવું પડે છે.

(7:59 pm IST)