Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

રાજ્યસભા ચૂંટણી :ભાજપની બેઠકમાં એનસીપીના કાંધલ જાડેજાની હાજરી :રાજકારણમાં ગરમાવો

અમદાવાદ : રાજ્યસભાની ચૂંટણીને લઈ ભાજપે પોતાના ધારાસભ્યોને વ્હીપ આપ્યું હતું.  ભાજપની બેઠકમાં એનસીપીના કાંધલ જાડેજા પણ ઉપસ્થિત રહેતાં રાજકારણ ગરમાયું છે

   બીજીતરફ કોંગ્રેસ ક્રોસ વોટિંગના ડરથી પોતાના ધારાસભ્યોને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં લઈ ગઈ છે. જે કાલે વોટિંગના દિવસે ગાંધીનગરમાં હાજર થશે. વોટિંગ પહેલાં બાલારાસ રિસોર્ટમાં કોંગ્રેસે પોતાના ધારાસભ્યો માટે મોક વોટિંગનું આયોજન કર્યું હતું.

(11:52 pm IST)