Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

હરેન પંડ્યા હત્યા કેસ: કાલે સુપ્રીમકોર્ટ સંભળાવશે ફેંસલો

તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવા વિરુદ્વ સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકારાયો છે

 

અમદાવાદ :રાજ્યના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવા વિરુદ્વ સુપ્રીમ કોર્ટમાં કાલે ફેંસલો આવી શકે છે

 . સુપ્રીમ કોર્ટના ચૂકાદો સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આવનાર છે.ગુજરાત હાઈકોર્ટે તમામ આરોપીઓને બા-ઈઝ્ઝત છોડી મૂક્યા હતા. ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાનો સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

   અત્રે ઉલ્લેખનીય છે કે હરેન પંડ્યાની હત્યા 26 માર્ચ-2008માં અમદાવાદ ખાતેના લો-ગાર્ડન વિસ્તારમાં કરવામાં આવી હતી. હરેન પંડ્યાની હત્યા શોહરાબુદ્દીને કરી હતી અને બાદમાં શોહરાબુદ્દીનને એનકાઉન્ટરમાં મારી નાંખવામાં આવ્યો હતો. શોહરાબની સાથે આઝમ ખાન પણ હતો અને હરેન પંડ્યાની હત્યા માટે શોહરાબે સોપારી લીધી હોવાની આઝમ ખાને કોર્ટમાં જૂબાની આપી હતી.

  હરેન પંડ્યાની હત્યામાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કરે તોયબાનું નામ બહાર આવ્યું હતું. હરેન પંડ્યાની હત્યામાં અઝગર અલી મુખ્ય આરોપી હતો. અલી અઝગરને મૂફતી સુફીયાને ફાયરીંગ કરવાની સોપારી આપી હતી. હરેન પંડ્યાની હત્યા ગુજરાતમાં થયેલા કોમી રમખાણોનો બદલો લેવા માટે કરવામાં આવી હોવાનું કોર્ટમાં સીબીઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું.

(11:24 pm IST)