Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસાદ મોકલી શુભેચ્છા આપી

અમદાવાદ, તા. ૪ : આજે શહેરમાં ૧૪૨મી જગન્નાથ રથયાત્રાના પાવન પ્રસંગે પીએમ મોદીએ પણ જય જગન્નાથ કહી શુભકામના પાઠવી હતી. પીએમએ તેની સાથે સાથે રથયાત્રા માટે મગ, જાંબુ અને કેરીનો પ્રસાદ પણ મોકલ્યો હતો. વડાપ્રધાન મોદીએ મોકલેલો પ્રસાદ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મંદિરમાં મળી ગયો હતો. આ અંગે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે રથયાત્રાનો પ્રસાદ મોકલવામાં આવે છે. જે રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મંદિરમાં મળી જાય છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અત્યાર સુધી પરંપરાગત રીતે મગ, જાંબુ અને કેરીનો પ્રસાદ મોકલતા રહ્યા છે. નરેન્દ્ર મોદી જ્યારે પણ રથયાત્રાના દર્શન કરવા માટે રૂબરૂ ન આવી શકે ત્યારે તેઓ આ પ્રસાદ મોકલાવે છે. અમદાવાદના જગન્નાથ મંદિર સાથે નરેન્દ્ર મોદીનો વરસો જુનો સંબંધ રહ્યો છે. ૧૪૨મી રથયાત્રા નિમિત્તે પીએમ મોદીએ ભગવાન જગન્નાથજીના શુભ પ્રસંગે શુભકામનાઓ આપતા ટ્વિટ કર્યું હતું કે, અષાઢી બીજ અને કચ્છી નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આવનારું વર્ષ સૌકોઇ માટે ખુશી અને સમૃદ્ધિમય બન રહે અને દરેકની આશા પરિપૂર્ણ થાય.

 

(8:04 pm IST)