Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

નડિયાદમાં કોર્ટમાં નજીવી બાબતે આરોપી-ફરિયાદી બાખડ્યા

નડિયાદ:માં ડેરી રોડ પર આવેલ કર્મવીર વિલા સોસાયટીમાં રહેતાં જીગરકુમાર કૌશિકભાઈ પટેલના ચેકનો ખોટો ઉપયોગ કરી પોપટભાઈ દેસાઈભાઈ તળપદાએ કોર્ટમાં જીગરભાઈ વિરૂધ્ધ કેસ કર્યો હતો. ગતરોજ મુદત હોઈ જીગરકુમાર નડિયાદ કોર્ટમા ગયાં હતાં. સામે પક્ષે પોપટભાઈ દેસાઈભાઈ તળપદા, નગીનભાઈ પોપટભાઈ તળપદા, જયેશભાઈ તળપદા અને વિષ્ણુભાઈ તુલસીભાઈ તળપદા પણ કોર્ટમાં આવ્યાં હતાં. જ્યાં કેસ બાબતે બંને વચ્ચે તુ તુ...મે મે થઈ હતી. કોર્ટ કમ્પાઉન્ડમાં થયેલ બોલાચાલી વધુ ઉગ્ર બનતાં પોપટભાઈ દેસાઈભાઈ તળપદાના પુત્ર નગીનભાઈ હાથમાં ચપ્પુ લઈ આવી જીગરકુમાર પટેલ ને મારવાની કોશીશ કરી હતી. આ સમયે આસપાસના લોકો એકત્રિત થઈ જતાં ચારેય જણાંએ જીગરકુમાર કૌશિકભાઈ પટેલને જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયાં હતા. 

આ બનાવ અંગે જીગરકુમાર કૌશિકકુમાર પટેલની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે પોપટભાઈ દેસાઈભાઈ તળપદા, નગીનભાઈ પોપટભાઈ તળપદા, જયેશભાઈ તળપદા અને વિષ્ણુભાઈ તુલસીભાઈ તળપદા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 
 

(6:01 pm IST)