Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

નડિયાદના હાથનોલીમાં ભેજાબાજે એકજ મકાન ત્રણ શખ્સોને વેચી 9.5 લાખની ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ

નડિયાદ:તાલુકાના હાથનોલીમાં રહેતાં એક ભેજાબાજે એક જ ઘરના ત્રણ વ્યક્તિઓને પોતાનું મકાન વેચાણ તેમજ ગીરો આપી રૂપિયા ૯.૫ લાખની ઠગાઈ કરી હોવાની ફરીયાદ નડિયાદ રૂરલ પોલીસમાં નોંધાઈ છે. 

મળતી માહિતી મુજબ નડિયાદમાં નાનાકુંભનાથ રોડ પર રહેતાં રાકેશભાઈ પરષોત્તમ શાહનું મોસાળ હાથનોલી ગામમાં થાય છે. એટલે તેઓ અવારનવાર આ ગામમાં જતાં-આવતાં હતાં. દરમિયાન તેમની મુલાકાત હાથનોલીમાં રહેતાં શન્નીભાઈ ચંદુભાઈ પટેલ સાથે થઈ હતી. વાતવાતમાં શન્નીભાઈને નાણાની ખેંચ હોઈ મકાન ગીરો આપી નાણાં મેળવવા બાબતની વાત કરી હતી. જેથી રાકેશભાઈ આ મકાન ગીરો લેવા તૈયાર થયાં હતાં અને તા.૨૦-૮-૧૮ ના રોજ તેમણે નોટરી સમક્ષ ગીરોખત તૈયાર કરી તેમાં શન્નીભાઈની સહીઓ લઈ મકાન ગીરો રાખ્યું હતું અને બદલામાં રૂ.૪,૫૦,૦૦૦ ચુકવ્યાં હતાં. થોડા સમય બાદ પોતે આ મકાન ગીરો રાખ્યું હોવાની જાણ બહેન બીનાને કરી હતી. જે સાંભળી બીના ચોંકી ઉઠી હતી. કેમ કે આ શન્નીભાઈએ તા.૧-૧૦-૧૮ના રોજ બીનાબેન પાસેથી આ મકાન ગીરો આપી રૂ.૫,૦૦,૦૦૦ લીધાં હતાં. બીનાએ રાકેશભાઈને શન્નીભાઈએ કરી આપેલ ગીરોખત બતાવ્યો હતો. એક જ મકાન ભાઈ અને બહેન બંનેને અલગ-અલગ તારીખોએ ગીરોખત કરી ગીરો આપવાની વાત સાંભળી શાહ પરિવાર ચોંકી ઉઠ્યો હતો. 

(6:00 pm IST)